ત્રણ દિવસના સમયમાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા બર્ડ રેસ્કયૂના ૭૪ કોલ એટેન્ડ કરાયા
ઉત્તરાયણની રાત્રિએ જુહાપુરા ખાતે હોન્ડા એસેન્ટ કારમાં આગથી નુકસાન
અમદાવાદ,સોમવાર, 15 જાન્યુ,2023
ઉત્તરાયણ પર્વના ત્રણ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ
વિસ્તારમાંથી બર્ડ રેસ્કયૂના ૭૪ કોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા
હતા.ઉત્તરાયણની રાત્રિએ જુહાપુરા વિસ્તારમાં હોન્ડા એસેન્ટ કારમાં આગ લાગતા વ્યાપક
નુકસાન થયુ હતુ.ફાયર વિભાગ તરફથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવી સારવાર માટે મોકલી
આપવામાં આવ્યા હતા.
૧૩ જાન્યુઆરીએ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી ફાયર
વિભાગને બર્ડ રેસ્કયૂ અંગેના ૧૩ કોલ મળ્યા હતા.૧૪ જાન્યુઆરીએ રાત્રિના ૧૦ કલાક
સુધીના સમયમાં બર્ડ રેસ્કયૂના કુલ ૩૩ કોલ તથા ૮ અંગારકોલ મળ્યા હતા.ઉત્તરાયણની
મોડી રાત્રિના ૧૧ કલાકના અરસામાં જુહાપુરા રોડ ઉપર આવેલા ચાર રસ્તા પાસે હોન્ડા
એસેન્ટ કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનો ફાયર વિભાગને કોલ મળતા સ્થળ ઉપર
પહોંચી કારમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી.જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે
જાનહાની થવા પામી નહી હોવાનુ ફાયરસૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.ફાયર વિભાગને
વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન શહેરમાંથી કુલ ૩૪૦૧ બર્ડ રેસ્કયૂના કોલ મળ્યા
હતા.વર્ષ-૨૦૨૩-૨૪માં એપ્રિલથી ઓકટોબર-૨૦૨૩ સુધીના સમયમાં બર્ડ રેસ્કયૂના કુલ ૧૧૧૪
કોલ ફાયર વિભાગને મળ્યા હતા.