Get The App

ટી.પી.કમિટી બેઠકમાં ભદ્ર પ્લાઝાના દબાણો દુર નહીં કરવા મામલે અધિકારીઓ ઉપર પસ્તાળ

દિવાળીના તહેવારો પછી પણ દબાણ યથાવત, એક પણ અધિકારી કેમ જોવા જતા નથી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News

    ટી.પી.કમિટી બેઠકમાં  ભદ્ર પ્લાઝાના દબાણો દુર નહીં કરવા મામલે અધિકારીઓ ઉપર પસ્તાળ 1 - image   

 અમદાવાદ,મંગળવાર,19 નવેમ્બર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં કાયમી ધોરણે દબાણ કયા કારણથી દુર કરાતા નથી એ મુદ્દે અધિકારીઓ ઉપર ભારે પસ્તાળ પડી હતી.દિવાળીના તહેવારો ગયા પછી પણ દબાણ દુર કરાયા પછી પાછા આવી જાય છે.મ્યુનિ.ના એકપણ અધિકારી જોવા કેમ જતા નથી એવા વેધક સવાલના જવાબ તંત્રના અધિકારીઓ સંતોષકારક રીતે આપી શકયા નહતા.

ભદ્ર પ્લાઝા વિસ્તારને ડેવલપ કરવા વર્ષ-૨૦૦૯-૧૦માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સમયે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશનની રુપિયા ૩૬ કરોડની ગ્રાન્ટ મેળવી ડેવલપ કર્યો હતો. હાલમાં શહેરના નગરદેવી એવા ભદ્રકાળી મંદિરથી લઈ ત્રણ દરવાજા સુધીના સમગ્ર વિસ્તારને ફેરીયા અને પાથરણાવાળાઓએ કબજે કરી લીધો હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.કમિટીના ચેરમેન પ્રિતીશ મહેતાએ કહયુ,દિવાળીના તહેવારો પુરા થઈ ગયા.તંત્ર તરફથી વધારાની દબાણની ગાડીઓ માંગવામાં આવી હતી એ મુજબ ત્રણ દબાણની ગાડીઓ પણ સ્પોટ ઉપર મુકવામા આવી છે.પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવી રહયો છે.આમ છતાં દબાણો દુર કરાય એ પછી ગણતરીની મિનીટોમાં પાછા ત્યાંના ત્યાં કેમ આવી જાય છે? એ અંગે પુછતા અધિકારીઓ એવો જવાબ આપે છે કે કોર્ટમાં કેસ ચાલે છે.કોર્ટમાં કેસ ચાલતો હોય તો તમામનો કેસ થોડો ચાલતો હોય એ અંગે મ્યુનિ.ના ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ ઉચ્ચ અધિકારીઓ કોઈ જવાબ આપી શકયા નહતા.ટી.પી.કમિટી સમક્ષ વેન્ડર્સ પોલીસીના અમલ અંગેની દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો.ચેરમેનના કહેવા મુજબ હજુ અભ્યાસ કરવાનો બાકી છે.


Google NewsGoogle News