Get The App

મ્યુનિ.સેન્ટ્રલ ઓફિસમાં ભરતીકાંડ પછી સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવનારાની બદલી કરવા ઠરાવ થયો

બદલી કરાયેલા કર્મચારી-અધિકારીને છ વર્ષ સુધી તેની અગાઉની જગ્યાએ હાજર કરી શકાશે નહીં તેવી જોગવાઈ કરવામા આવી

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
મ્યુનિ.સેન્ટ્રલ ઓફિસમાં ભરતીકાંડ પછી સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવનારાની બદલી કરવા ઠરાવ થયો 1 - image


અમદાવાદ,ગુરુવાર,9 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ દ્વારા ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ કરવામાં આવ્યા પછી ગુરૃવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિ.તંત્રમાં ત્રણ વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવનારા તમામની બદલી કરવા ઠરાવ કરવામા આવતા તમામ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ભરતીકાંડને પગલે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનુ માનતા મ્યુનિ. સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ મોવડીમંડળની સલાહ લઈને કર્મચારીઓ અને અધિકારીઓની સાગમટે બદલી કરવાનો ઠરાવ કર્યો છે.આ ઠરાવમાં બદલી કરાયેલા કર્મચારી-અધિકારીને છ વર્ષ સુધી તેની અગાઉની જગ્યાએ હાજર કરી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામા આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ પછી ફાયર વિભાગ માટે કરવામા આવેલી ભરતી સામે પણ પરીક્ષા આપનારા ઉમેદવારો દ્વારા ફેરવિચારણા કરવા અને રીઝલ્ટ તપાસવા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખવાની સાથે મેલ પણ કર્યા છે.ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, વહીવટીતંત્રમાં એકની એક જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે સાંઠગાંઠ મજબૂત બને છે જેની કામકાજ ઉપર અસર પહોંચે છે. ખરેખર તો મ્યુનિસિપલ કમિશનરે જ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જગ્યા ઉપર ફરજ બજાવનારા કર્મચારીઓ કે અધિકારીઓની બદલી કરવાની હોય છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને થોડા સમય પહેલા જનરલ બદલીઓ કરવા કવાયત શરુ કરી હતી.પરંતુ જુદા જુદા કારણોસર સામૂહીક બદલીઓ કરી શકાઈ નહતી.હાલમાં બે-ચાર કર્મચારી કે અધિકારીની બદલી કરી સંતોષ માનવામા આવે છે.ેજનરલ બદલી કરવામા આવે એવા સમયે અનેક કર્મચારીઓ અને અધિકારીઓ ફરી એની એ જગ્યા ઉપર રાજકીય કે અન્ય લાગવગ લગાવી ફરી પાછા ફરજ બજાવવા લાગે છે.કમિશનર બદલી કરે તેવા સંજોગોમાં જે તે વોર્ડના કોર્પોરેટરો દ્વારા મારા વોર્ડમાં આ અધિકારી સિવાય નહી ચાલે એમ કહી ફરી પાછા જે તે અધિકારીને તેની મૂળ જગ્યા ઉપર હાજર કરાવી દેતા હોય છે.

હવે મ્યુનિ.કમિશનરને છૂટો દોર મળશે

મ્યુનિસિપલ કમિશનર ઘણાં સમયથી સાગમટે બદલી માટે તૈયાર જ હતા.પરંતુ કેટલીક અડચણના કારણે સામૂહીક બદલી તેઓ કરી શકતા નહતા.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદમાં ઠરાવ પસાર કરાતા આગામી સમયમાં કલાસ વનથી લઈ તમામ કેડરના કર્મચારીઓ અને અધિકારીઓની સામૂહીક બદલી કરાશે એ નિશ્ચિત બન્યુ છે.


Google NewsGoogle News