રિવરફ્રન્ટ મલ્ટિલેવલ પાર્કીંગમાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી ૧૫૦૦ વાહન પાર્ક કરવા ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ અપાશે

પે એન્ડ પાર્કથી કોન્ટ્રાકટ આપવા વાર્ષિક રુપિયા ૫૦.૬૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News

    રિવરફ્રન્ટ મલ્ટિલેવલ પાર્કીંગમાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી ૧૫૦૦ વાહન પાર્ક કરવા ત્રણ વર્ષનો  કોન્ટ્રાકટ અપાશે 1 - image   

 અમદાવાદ,શનિવાર,6 જુલાઈ,2024

સાબરમતી રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કીંગમાં ૮૭૬ ટુ વ્હીલર અને ૫૦૦ ફોર વ્હીલર પાર્ક કરાવવા પે એન્ડ પાર્ક પધ્ધતિથી ત્રણ વર્ષ માટેનો કોન્ટ્રાકટ અપાશે.પે એન્ડ પાર્ક પધ્ધતિ હેઠળ અત્યાર સુધી હંગામી ધોરણે કોન્ટ્રાકટ અપાતો હતો.વાર્ષિક અપસેટ વેલ્યુ રુપિયા ૫૦.૬૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ છે.રાત્રિના ૧૨ કલાક પછી ટુ વ્હીલર લઈ જવા માટે રુપિયા ૩૦૦ તથા ફોર વ્હીલર માટે રુપિયા ૫૦૦ પેનલ્ટી રુપે કોન્ટ્રાકટર વસૂલી શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ઈવેન્ટ સેન્ટરની સામે તથા વી.એસ.હોસ્પિટલની પાછળ મલ્ટીલેવલ પાર્કીંગ આવેલુ છે.આ પાર્કીંગમાં પહેલા અને બીજા ફલોર ઉપર ૮૭૬ ટુ વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા છે.ત્રીજાથી છઠ્ઠા ફલોર તથા ટેરેસ ઉપર ૫૦૦ ફોર વ્હીલર પાર્ક કરી શકાય છે.રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષના સમય માટે મલ્ટીલેવલ પાર્કીંગનો કોન્ટ્રાકટ આપવા ટેન્ડર પ્રક્રીયા કરાઈ છે.મલ્ટીલેવલ પાર્કમાં અત્યારસુધી હંગામી ધોરણે અમદા પાર્કને વાહન પાર્ક કરવાનો કોન્ટ્રાકટ આપવામા આવતો હતો.રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કીંગમાં મોટાભાગે રાત્રિના ૧૧ સુધી લોકો વાહન પાર્ક કરતા હોય છે.રાત્રિના ૧૨ પછી પાર્ક કરેલુ ટુ વ્હીલર લેવા પહોંચનારા પાસેથી રુપિયા ૩૦૦ તથા ફોર વ્હીલર લેવા જનાર પાસેથી રુપિયા ૫૦૦ પેનલ્ટી પ્રતિ દિવસ જે એજન્સીને પે એન્ડ પાર્ક પધ્ધતિથી કોન્ટ્રાકટ આપવામા આવશે તે વસૂલ કરી શકશે.રિવરફ્રન્ટ ખાતે આવેલા મલ્ટીલેવલ પાર્કીંગ ખાતે હાલમા પણ રાત્રિના ૧૨ કલાક પછી કે બીજા દિવસે વાહન લેવા જનારા પાસેથી ટુ વ્હીલરના રુપિયા ૩૦૦ તથા ફોર વ્હીલરના રુપિયા ૫૦૦ પેનલ્ટી વસૂલાતી હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

રિવરફ્રન્ટ મલ્ટિલેવલ પાર્કીંગમાં વાહન પાર્કીંગના દર

કલાક          ટુ વ્હીલર(રુ)   ફોર વ્હીલર(રુ)

બે કલાક સુધી  ૧૦             ૨૦

બેથી ચાર કલાક ૨૦           ૪૦

ચાર કલાકથી વધુ      ૩૦             ૫૦

રાતના ૧૨ પછી       

(પેનલ્ટી)               ૩૦૦                   ૫૦૦


Google NewsGoogle News