Get The App

શહેરના પોલીટેકનીક વિસ્તારમાં બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા પાંચ દટાયા,એકનું મોત

દટાયેલા શ્રમિકો રાજસ્થાનના બાંસવાડાથી કામ માટે આવ્યા હતા

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News

     શહેરના પોલીટેકનીક વિસ્તારમાં  બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા પાંચ દટાયા,એકનું મોત 1 - image

  અમદાવાદ,શનિવાર,20 જાન્યુ,2024

અમદાવાદના પોલીટેકનીક વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા પાંચ શ્રમિક દટાયા હતા.દટાયેલા શ્રમિક પૈકી એકનું મોત થયુ હોવાનું આધારભૂતસૂત્રમાંથી જાણવા મળે છે.આ શ્રમિકો રાજસ્થાનના બાંસવાડાથી કામકાજ માટે આવ્યા હતા.આ ઘટના બાદ સાઈટ ઉપરના સુપરવાઈઝર સહિતના અન્ય સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા હતા.

પોલીટેકનીક વિસ્તારમાં જુના જી.એસ.ટી.ભવન નજીક શ્યામ કામેશ્વર હાઈટસ નામની સાઈટનું બાંધકામ ચાલી રહયુ હતુ.એ સમયે સાંજના ૭.૨૨ કલાકના સુમારે એકાએક ભેખડ ધસી પડતા પાંચ જેટલા શ્રમિકો દટાયા હતા.આ અંગે ફાયર કંટ્રોલને મેસેજ અપાતા બે ઈમરજન્સી ટેન્ડર સહિત અન્ય વાહન સાથે સ્ટેશન ઓફિસર ઉપરાંત એડીશનલ ચીફ ફાયર ઓફિસર સહિત ૨૫ કર્મચારીઓ ઘટના સ્થળે રેસ્કયૂ કામગીરી માટે પહોંચ્યા હતા.ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી એ અગાઉ દટાયેલા શ્રમિકો પૈકી ચારને બહાર કાઢી લેવાયા હતા.અલ્કેશ પ્રતાપભાઈ ઉંમર વર્ષ-૧૩ને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી સોલા સિવીલ ખાતે મોકલી અપાયો હતો.જયાં તેને મૃત જાહેર કરાયો હતો.બહાર કાઢવામા આવેલાઓમાં સુખરામ,ઉંમરવર્ષ-૫૦, કૈલાસ, ઉંમરવર્ષ-૩૫,એતરો,ઉંમરવર્ષ-૨૨ તથા વિકાસ, ઉંમરવર્ષ-૧૮નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News