Get The App

ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા AMC ના ચાર હજારથી વધુ પૈકી ૪૮૨કેસ એક જ એડવોકેટ પાસે

વર્ષો જુની એડવોકેટોની પેનલ અંગે રિવ્યુ કરી નવી પેનલ બનાવવા નિર્ણય

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા AMC ના ચાર હજારથી વધુ  પૈકી ૪૮૨કેસ એક  જ એડવોકેટ પાસે 1 - image


અમદાવાદ,શનિવાર,26 ઓકટોબર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુજરાત હાઈકોર્ટમાં ચાર હજારથી વધુ કેસ ચાલે છે.આ પૈકી એક જ એડવોકેટ પાસે ૪૮૨ કેસ હોવાનો લિગલ કમિટીની બેઠકમાં ઘટસ્ફોટ થવા પામ્યો હતો.કમિટીએ તમામ કોર્ટોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષો જુની એડવોકેટોની પેનલ અંગે રિવ્યુ કરી નવી પેનલ બનાવવા નિર્ણય કર્યો છે.

ગુરુવાર ૨૫ ઓકટોબર-૨૪ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠક મળી હતી.બેઠક બાદ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કોર્ટમાં ચાલતા કેસ અલગ અલગ તબકકામાં છે. આમછતાં આઘાતજનક બાબત એ છે કે,લીગલ વિભાગના અધિકારીઓ પાસે મ્યુનિ.ના કઈ કોર્ટમાં કેટલા કેસ ચાલી રહયા છે, કયા એડવોકેટ પાસે કેટલા કેસ છે સહિતની વિગત માંગી હતી. તંત્ર તરફથી આપવામા આવેલી માહિતી મુજબ,ગુજરાત હાઈકોર્ટમાં હાલની પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૧૬૮ કેસ ચાલી રહયા છે.આ પૈકી ૪૮૨ કેસ એક જ એડવોકેટ પાસે છે.આ સ્થિતિ ખરેખર સહન ના કરી શકાય એવી છે. આ કારણથી વર્ષો જુની એડવોકેટોની પેનલ અંગે રિવ્યુ કરી નવી બનાવાશે.

લીગલ વિભાગને સોફટવેરથી સજજ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસ માટે લીગલ વિભાગનુ એક અલગ સોફટવેર તૈયાર કરવામાં આવશે.શહેરના તમામ સાત ઝોનમાં આઉટ સોર્સિંગની મદદથી ડેટા એન્ટ્રી ઓપરેટરોની ભરતી કરી તમામ કેસની નાનામા નાની વિગતને કોમ્પ્યુટરાઈઝ કરી અપડેટ કરવામાં આવશે.


Google NewsGoogle News