Get The App

લોકસભા ચૂંટણી સંદર્ભમાં ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ લોગોનું અમદાવાદ મ્યુનિ.તંત્ર પ્રમોશન કરશે

મ્યુનિ.વેબસાઈટ ઉપરાંત તમામ પત્ર વ્યવહારમાં લોગોનો ઉપયોગ થશે

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News

     લોકસભા ચૂંટણી સંદર્ભમાં ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ લોગોનું અમદાવાદ મ્યુનિ.તંત્ર પ્રમોશન કરશે 1 - image

  અમદાવાદ,મંગળવાર,16 એપ્રિલ,2024

લોકસભા ચૂંટણી સંદર્ભમાં ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ લોગોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમોશન કરાશે.મ્યુનિ.ની વેબસાઈટ ઉપરાંત તમામ પ્રકારના પત્ર વ્યવહારમાં આ લોગોનો ઉપયોગ કરાશે.

લોકસભાની ચૂંટણી સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાત મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણી સંદર્ભમાં તૈયાર કરાયેલા લોગોનુ પ્રમોશન કરવા સુચના આપી છે.તમામ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને મ્યુનિ.તંત્રના પત્રવ્યવહાર ઉપરાંત બેનર તથા પોસ્ટર્સમાં પણ લોકસભા ચૂંટણી અંગે તૈયાર કરાયેલા લોગોનુ પ્રમોશન કરવા અંગે ચુસ્ત અમલ કરાવવા કહયુ છે.


Google NewsGoogle News