પતિ, પત્ની ઔર 'વો'! ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં લગ્નેતર સંબંધને કારણે 300 લોકોએ જીવન ટૂંકાવ્યું

છેલ્લા ૩ વર્ષ દરમિયાન લગ્નેતર સંબંધને કારણે આત્મહત્યાના પ્રમાણમાં બમણો વધારો નોંધાયો

PI સાથેના પ્રેમ પ્રકરણથી યુવતીની આત્મહત્યા ચર્ચામાં છે ત્યારે આ આંકડાનો ચોંકાવનારો ખુલાસો

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
પતિ, પત્ની ઔર 'વો'! ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં લગ્નેતર સંબંધને કારણે 300 લોકોએ જીવન ટૂંકાવ્યું 1 - image

image : IANS



Gujarat News | અમદાવાદમાં તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ ખાચર સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતી યુવતીની આત્મહત્યાએ ચર્ચા જગાવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી લગ્નેતર સંબંધને કારણે આત્મહત્યાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જ લગ્નેતર સંબંધને કારણે ૩૦૦ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેતર સંબંધને કારણે આત્મહત્યા કરવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં લગ્નેતર સબંધથી ૧૬ પુરુષ-૬ મહિલા એમ ૨૨ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં આ પ્રમાણ વધીને ૮૬ થઈ ગયું છે. જેમાં આત્મહત્યા કરનારામાં ૫૦ પુરુષ અને ૩૬ મહિલાનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ૩ વર્ષમાં લગ્નેતર સંબંધથી આત્મહત્યા કરનારામાં બમણાથી વધુનો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેતર સંબંધને કારણે થયેલી આત્મહત્યામાં ૧૭૨ પુરુષ અને ૧૩૧ મહિલાઓ છે.

વર્ષ ૨૦૨૨માં અમદાવાદમાંથી લગ્નેતર સંબંધને કારણે રાજકોટમાંથી ૨૮ દ્વારા આત્મહત્યા થયેલી છે. ગુજરાતમાં વર્ષ ર૦ દરમિયાન લગ્નની વિવિધ સમસ્યાને કારણે કુલ ૩૬૭ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જેમાં ૨૨૫ પુરુષ અને ૧૪૨ મહિલાને સમાવેશ થાય છે. લગ્નની વિવિધ સમસ્યામાં દહેજને કારણે ૩, છૂટાછેડાને કારણે ૯૪, અન્ય કારણથી ૮૦ વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. વર્ષ ૨૦૨૨માં લગ્નેતર સંબંધને કારણે સૌથી વધુ આત્મહત્યા થઇ હોય તેમાં પશ્ચિમ બંગાળ ૧૫૧ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧૩૦ સાથે બીજા જ્યારે મધ્ય પ્રદેશ ૧૨૯ સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાં લગ્નેતર સંબંધને કારણે ૮૭૨ પુરુષ અને ૫૪૫ મહિલા એમ કુલ ૧૪૧૭ની આત્મહત્યા થઈ છે.

જાણકારોના મતે કોરોના બાદ લગ્નેતર સંબંધમાં વધારો જોવા મળ્યો છે. લગ્નેતર સંબંધનું આયુષ્ય વધારે જોવા મળતું નથી અને જેમાં એક પક્ષ અચનક જુ સંબંધ વિચ્છેદ કરી સુખે ત્યારે તેને કરૂણ અંશ્વમ જોવા મળતી હોય છે.શ્રુતિ પત્ની વચ્ચે પૂરતો સંવાંદ હોય તો લગ્નેતર સંબંધ થવાની સંભાવના જ રહેતી નથી.



Google NewsGoogle News