શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૭૨૧ સોસાયટીમા ૧૧૩ કરોડના ખર્ચે પ્રાથમિક સુવિધાના કામ કરાશે

મ્યુનિ.તંત્ર તરફથી રોડ સહિતના કામ પુરા કરવા ઝોન દીઠ પાંચ કરોડ ફાળવાશે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

     શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી  ૭૨૧ સોસાયટીમા ૧૧૩ કરોડના ખર્ચે પ્રાથમિક સુવિધાના કામ કરાશે 1 - image

  અમદાવાદ,શુક્રવાર,13 સપ્ટેમ્બર,2024

રાજય સરકાર અને મ્યુનિસિપલ તંત્ર તરફથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી ૭૨૧ સોસાયટીઓમાં આર.સી.સી.રોડ,પેવરબ્લોક ઉપરાંત ડ્રેનેજ સહિતની કામગીરી રુપિયા ૧૧૩.૯૩ કરોડના ખર્ચે હાથ ધરી છે.મ્યુનિ.તંત્ર તરફથી રોડ સહિતના અન્ય કામ પુરા કરવા ઝોન દીઠ પાંચ કરોડ ફાળવાશે.

રાજય સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટમાંથી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેટરો અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી વિવિધ ખાનગી સોસાયટીઓમાં ૭૦-૨૦-૧૦ યોજના અંતર્ગત પ્રાથમિક સુવિધાના કામ હાથ ધરવામાં આવે છે.હાલમાં ૭૨૧ સોસાયટીમાં કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ કહયુ, હાલમાં ૧૫૭ સોસાયટીઓમાં આર.સી.સી.રોડ,પેવરબ્લોક,પાણીની લાઈન તથા ડ્રેનેજ  સહિતના પ્રાથમિક સુવિધાના કામ ચાલી રહયા છે.૪૧૧ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના કામ હાથ ધરવા ૪.૧૧ કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે.૨૦૦ સોસાયટીઓ માટે  અંદાજ મંજૂરીની પ્રક્રીયામાં છે.

ઝોન મુજબ કેટલી સોસાયટીમાં કામ હાથ ધરાશે

ઝોન    સોસાયટી       રકમ(કરોડમાં)

ઉ.પ.   ૭૯     ૨૬.૭૬

દ.પ.   ૮૬     ૯.૫૫

ઉત્તર   ૯૭     ૧૫.૪૬

દક્ષિણ  ૧૮૧   ૨૧.૬૩

પશ્ચિમ  ૧૫૩   ૨૧.૮૧

મધ્ય   ૨૫     ૨.૫૭

પૂર્વ    ૧૦૦   ૧૬.૧૦


Google NewsGoogle News