૧૯૬૦માં પશુ બાંધવા જગ્યા અપાઈ હતી, ઓઢવ,અમરાઈવાડી,જશોદાનગર રબારી વસાહતની જગ્યા રહેવાસીઓને વેચાણથી આપવા કવાયત
મ્યુનિ.તંત્ર ઠરાવ કરી સરકારની મંજૂરી માટે મોકલી આપશે,જંત્રી અથવા સરકાર નકકી કરે એ ભાવથી જગ્યા વેચાણથી અપાશે
અમદાવાદ,શનિવાર,1
માર્ચ,2025
વર્ષ-૧૯૬૦માં ઓઢવ
ઉપરાંત અમરાઈવાડી અને જશોદાનગર વિસ્તારમાં માલધારી સમાજના લોકોને પશુ બાંધવા જગ્યા મ્યુનિ.તંત્ર દ્વારા અપાઈ
હતી.હાલ આ જગ્યામાં બાંધકામો થઈ ગયા છે.માલધારી સમાજના આગેવાનો દ્વારા માલધારી
સમાજના લોકો પરિવાર સાથે ઘણાં વર્ષોથી આ ત્રણ રબારી વસાહતમાં વસવાટ કરે છે આ કારણથી મ્યુનિ.તંત્રના હોદ્દેદારો અને
અધિકારીઓ સમક્ષ પ્લોટ અને જગ્યા વેચાણથી આપવા રજૂઆત કરાઈ છે. મ્યુનિસિપલ તંત્ર
આગામી સમયમાં આ અંગે ઠરાવ કરી રાજય સરકારની મંજૂરી માટે મોકલી આપશે.રાજય સરકાર
નકકી કરે એ ભાવથી પ્લોટ કે જમીન આપવા અંગે નિર્ણય કરાશે.
અમદાવાદ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી થોડા સમય પહેલાં
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી જુદી જુદી રબારી વસાહતમાં રબારી વસાહત વિસ્તારમાં બિન પરવાનગીના બાંધકામ
તોડવાની કાર્યવાહી કરાઈ હતી.જે પછી માલધારી સમાજના આગેવાનો દ્વારા રાજય સરકાર સુધી
પ્લોટ અથવા જગ્યા વેચાણથી આપવા રજૂઆત કરાઈ છે..શનિવારે માલધારી સમાજના પ્રતિનિધિ
મંડળે મેયર સહીત મ્યુનિ.ના અન્ય પદાધિકારીઓની સાથે બેઠક કરી હતી.બેઠકમાં માલધારી
સમાજના આગેવાનો દ્વારા તેઓ વર્ષોથી આ જગ્યાએ વસવાટ કરતા હોવાથી આ જગ્યા અથવા પ્લોટ
વેચાણથી આપવા મેયર સહીતના હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,આગામી
સમયમાં આ અંગે એક ઠરાવ કરી સરકારની મંજૂરી માટે મોકલાશે.
કઈ રબારી વસાહતમાં કેટલાં ઘર
વસાહત ઘર ચો.મી.એરીયા
ઓઢવ ૩૧૦ ૧,૯૪,૨૨૩
અમરાઈવાડી ૨૧૨ ૭૪,૭૬૫
જશોદાનગર(નવી) ૪૪૦ ૨,૬૬,૦૭૩
જશોદાનગર(જુની) ૧૩૭ ૧,૨૨,૨૯૨
કુલ ૧૦૯૯ ૬,૫૭,૩૫૩