Get The App

તંત્રના કામકાજ ઉપર અસર , અમદાવાદ મ્યુનિ.નો મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવામાં વ્યસ્ત

સાત નવેમબરે ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિ.એ રીપોર્ટ રજુ કરવાનો છે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News

     તંત્રના કામકાજ ઉપર અસર , અમદાવાદ મ્યુનિ.નો મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવામાં વ્યસ્ત 1 - image

  અમદાવાદ,શુક્રવાર,3 નવેમબર,2023

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના જાહેરમાર્ગ ઉપરથી રખડતા પશુને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક આદેશ કર્યો છે.હાઈકોર્ટના આદેશના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગ અને સ્ટાફને સવારથી જ વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુ પકડવાની વધારાની ફરજ સોંપી દેવાતા મ્યુનિ.તંત્રના કામકાજ ઉપર અસર થઈ છે.અરજીઓનો નિકાલ થઈ શકતો નથી.લોકો વિવિધ કચેરીએ જઈ કામ ના થતા પરત ફરે છે.સાત નવેમબરે-૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિ.તંત્રે રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો કયાં-કેટલો અમલ કર્યો એ અંગે રીપોર્ટ રજુ કરવાનો છે.

રખડતા ઢોર પકડવા મ્યુનિ.તંત્રે ઝોનવાઈઝ એક હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટની ૧૦ નવેમબર-૨૦૨૩ સુધી ફાળવણી કરી છે.ઉપરાંત ઝોનના એસ્ટેટ,હેલ્થ, સોલિડવેસ્ટ મેનેજમેન્ટ, ટેકસ, યુ.સી.ડી. સહિતના અન્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની હાલની ફરજ ઉપરાંત સી.એન.સી.ડી.વિભાગમાં વધારાની ફરજ સોંપી છે.મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની મુળ ફરજ ઉપર ધ્યાન આપી શકતા નથી.૧૦ નવેમબર-૨૦૨૩ બાદ દિવાળી પર્વ શરુ થતા મ્યુનિ.તંત્રમાં દિવાળી વેકેશનનો માહોલ છવાઈ જશે.લોકોના પ્રશ્નો,ફરિયાદોનો નિકાલ લાવવાના બદલે હાલ મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતો જોવા મળે છે.૩ નવેમબરે બપોરે ચાર કલાક સુધીમાં શહેરમાંથી ૧૫૨ રખડતા પશુ પકડવાની સાથે ૨૮૦૭૦ કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો.

અમરાઈવાડીના ઢોરમાલિકોએ ૫૧ પશુ શહેર બહાર મોકલ્યા

અમરાઈવાડી વોર્ડમાંથી કુલ ૫૧ જેટલા પશુ પશુમાલિકો દ્વારા પાટણ, સિધ્ધપુર, મહેસાણા, ધોળકા તથા સાણંદ તરફ મોકલી દીધા હોવાનુ પૂર્વઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનુ કહેવુ હતુ.


Google NewsGoogle News