Get The App

આગામી બે દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વધુ એક રાઉન્ડ શરૂ થશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Rain


IMD Rain Forecast : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 16-17 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ સિવાયના તમામ જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.

16-17 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગના આગાહી પ્રમાણે, રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, ત્યારે આગામી 16-17 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર

18 થી 21 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગે આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ સિવાયના તમામ જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે. આમ રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી.

આ પણ વાંચો : ગણેશ વિસર્જન-ઈદે મિલાદના દિવસે વડોદરામાં લોખંડી બંદોબસ્ત, જાણો વિસર્જન માટે ક્યાં ક્યાં કરાઈ છે વ્યવસ્થા

 આટલા ટકા સિઝનનો વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીમાં 124.99 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 183.3 ટકા, સૌરાષ્ટ્રમાં 129.74 ટકા, દક્ષિણ ગુજરાતમાં 129.18 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.03 અને ઉત્તર ગુજરાતમાં 107.88 ટકા વરસાદ નોંધાયો છે. 


Google NewsGoogle News