Get The App

ગુજરાત માટે કેવું રહેશે આગામી અઠવાડિયું? હવામાન વિભાગે વરસાદ-ગરમીની કરી આગાહી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Rain


IMD Weather Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં અત્યારસુધી સિઝનના સામાન્ય વરસાદ કરતાં 48 ટકા  વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટતી હોવાથી ભારે વરસાદની આગાહી નથી.

આ પણ વાંચો : ગણેશ વિસર્જન સુધી ભારે વરસાદ નહીં, 24 કલાકમાં ફક્ત 34 તાલુકામાં વરસાદ

આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટશે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટતી હોવાથી ભારે વરસાદની આગાહી નથી. જો કે, રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે. છેલ્લા 24 કલાકની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી 24 કલાકમાં ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 

રાજ્યમાં હાલ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદી માહોલ શાંત રહેશે. આ પછી એક સરક્યુલેશનથી કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

ગરમી પડી શકે છે

ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં વરસાદી માહોલ અને ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં થોડા દિવસ વરસાદી માહોલ શાંત હોવાથી ગરમી પડી શકે છે.

આ પણ વાંચો : ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000 થઇ આવક

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિત અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આમ, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, છૂટાછવાયા સ્થળે હળવા-ભારે ઝાપટાં વરસી શકે છે.

ગુજરાત માટે કેવું રહેશે આગામી અઠવાડિયું? હવામાન વિભાગે વરસાદ-ગરમીની કરી આગાહી 2 - image


Google NewsGoogle News