હવે લાઇસન્સ માટે RTO ધક્કા નહીં ખાવા પડે, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આપી શકો છો પરીક્ષા

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
હવે લાઇસન્સ માટે RTO ધક્કા નહીં ખાવા પડે, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આપી શકો છો પરીક્ષા 1 - image


How To Apply Learning Licence Online At Home : અમદાવાદ શહેરમાં લોકોને લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ઘણાં લોકોને તો 3-4 મહિના પછીની તારીખો આપાવમાં આવે છે. જોકે, હવે આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે નાગરિકોએ હવે ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા જ લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકાશે.

કેવી રીતે અરજી કરવી? 

ITI અને WIAA સંસ્થામાં તો લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ, નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા હવે લોકો ઓનલાઈન જ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે parivahan.gov.in પર અરજી કરવી પડશે. જેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભરતાની સાથે જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 સવાલમાંથી 9 સવાલ સાચા હોવા જરૂરી છે. 9 સવાલોના સાચા જવાબ આપતા જ લર્નિંગ લાઇસન્સ જનરેટ થઈ જશે. 

આ પણ વાંચોઃ અમદાવાદની સ્કૂલોમાં પ્રથમવાર આરટીઓ અને ટ્રાફિક પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ, 1 લાખથી વધુનો દંડ વસૂલ્યો

નવા નિયમ હેઠળ નવો દંડ

આરટીઓના આ નવા પરિવહન નિયમ 1 જૂન, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દંડની રકમ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે. આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં નહીં આવે.

આ પણ વાંચોઃ ભાષાની ગેરસમજ : વાઘોડિયા તાલુકામાં વિદેશી વિદ્યાર્થી પર ટોળાનો હુમલો

નવા નિયમ હેઠળ કોને કેટલો દંડ ભરવો પડશે? 

નિયમ ભંગ
 દંડ (રૂપિયા)
વધુ સ્પીડમાં કાર ચલાવવા માટે
1000 થી 2000 રૂપિયાનો દંડ
સગીર દ્વારા વાહન ચલાવવા માટે
25000 રૂપિયા સુધીનો દંડ
લાઇસન્સ વગર કાર ચલાવવા માટે
500 રૂપિયાનો દંડ
હેલ્મેટ ન પહેરવા પર
100 રૂપિયાનો દંડ
સીટ બેલ્ટ ન પહેરવા પર
100 રૂપિયાનો દંડ




Google NewsGoogle News