દીવના દરિયામાં ડૂબેલી મહિલાને શોધવા ઓપરેશન શરૂ, પોલીસ-કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે
Image : Pixabay |
Woman Drowned in Sea : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે. ત્યારે દીવમાંથી એક મોટા સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં દીવમાં એક મહિલા દરિયામાં ડૂબી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આશંકને પગલે સ્થાનિક તંત્ર, પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા મહિલાની શોધખોળ શરુ કરાઈ છે.
મહિલાએ છલાંગ લગાવી હોવાની પણ માહિતી સામે આવી
ગુજરાતમાં વરસાદના પગલે દરિયામાં કરંટ હોવાથી લોકોને દરિયા કાંઠેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દીવમાં 33 વર્ષીય કલ્પનાબેન દિવ્યેશ સોલંકી નામની મહિલા દીવના કૂદમ દરિયાકાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ નજીક દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એવી પણ વિગત સામે આવી રહી છે કે મહિલાએ શિલા પરથી દરિયામાં છલાંગ લગાવી છે. જો કે આ વાતનું અનુમાન લગાવી રહ્યા હોવાથી હજુ આ વાતની કોઈ પુષ્ટી થઈ નથી.
મહિલાની શોધખોળની પ્રક્રિયા હાથ ધરાઈ
મહિલાના પરિવારજનો પાસે આ વાત પહોંચતા જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બુધવાર (26 જૂન) સાંજથી મહિલાની શોધખોળની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે આજે સવારથી ફરી શરુ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દરિયાકાંઠેથી મહિલાના ચંપલ અને સાડીનો કટકો મળી આવ્યો છે. આ ઉપરાંત ગઈકાલથી જ મહિલાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ હોવાની માહિતી મળી છે. હાલ સ્થાનિક તંત્ર, પોરબંદર કોસ્ટગાર્ડ, પોલીસની અને ફાયર વિભાગની ટીમ દ્વારા હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરાથી મહિલાની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોરબીના ટંકારમાં મેઘરાજાની સટાસટી
ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 84 તાલુકમાં મેઘ મહેર થઈ છે. જેમાં 20 તાલુકામાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ દરમિયાન સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારામાં 4 ઈંચ કરતા પણ વધાર ખાબક્યો છે. આ ઉપરાંત કોડિનાર, ગોંડલમાં 3 ઈચ, જેતપુર, સૂત્રાપાડા, કાલાવડ, મેંદરડામાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : ઉપલેટામાં 20 ગામો બન્યા સંપર્ક વિહોણા, જાણો શું છે મામલો