Get The App

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Rain IMD Forecast : ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આજે સોમવારે (23 સપ્ટેમ્બર) નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ અને 26 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. ચાલો જાણીએ ક્યાં પડશે કેવો વરસાદ.

24-25 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : કીમમાં ટ્રેન ઉથલાવવાની ઘટનામાં ત્રણ રેલવે કર્મચારીની અટકાયત, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા

જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

26 સપ્ટેમ્બરની આગાહી

26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : નરાધમ આચાર્યની કરતૂતનો પર્દાફાશ, દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ કરી હત્યા, કોઈ વકીલ નહીં લડે કેસ

27-28 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યમાં આગામી 28 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારની આગાહી છે, ત્યારે 27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ સહિત અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

જ્યારે 28 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : સુરત: 25 મિનિટ સુધી બાળકો સહિત 16 લોકો લિફ્ટમાં ફસાયા, આ કારણે લિફ્ટ અટકી ગઈ હતી

ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર 

ચોમાસા દરમિયાન પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,32,221 ક્યુસેક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી વધીને 138.02 મીટરે પહોંચી છે. જો કે, ડેમની જળસપાટી 138.68 મીટર સુધી પાણી પહોંચે તો જ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થાય. સરદાર સરોવર નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખોલી હાલ નર્મદા નદીમાં 46,813 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું?

અંબાલાલ પટેલે કહ્યું કે, '24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.'


Google NewsGoogle News