મેઘરાજાએ હજુ નથી લીધી વિદાય: આજે ગુજરાતનાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
Gujarat Rain Update: છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
કાળા ડિબાંગ વાદળ સાથે વરસ્યો વરસાદ
આજે જામખંભાળિયામાં પંથકમાં કાળા ડિબાંગ સાથે અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ સિવાય કચ્છના નખત્રાણા પંથકમાં પણ સારી માત્રામાં વરસાદ નોંધાયો હતો. આ સિવાય કચ્છના નખત્રાણા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા આસપાસના વિસ્તારમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ
આ જિલ્લાને અપાયું યેલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.