જાન્યુઆરી અંતમાં મ્યુનિ.ડ્રાફટ બજેટ રજૂ કરાશે
૨૮ કે ૨૯ જાન્યુઆરીએ તેમનુ ડ્રાફટ બજેટ રજૂ કરે તેવી સંભાવના
અમદાવાદ,સોમવાર,20 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનું
ડ્રાફટ બજેટ જાન્યુઆરી મહીનાના અંત સુધીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં
આવશે.૨૨ જાન્યુઆરીએ બુધવારે સ્ટેન્ડિંગ
કમિટીની બેઠક મળશે.૨૩ જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં ચેનપુર અંડરપાસ,સિમ્સ રેલવે
ઓવરબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલના લોકાર્પણ અને અન્ય વિકાસકામોનુ ખાતમૂહુર્ત કરશે. આ
પછીના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓ એ.એમ.ટી.એસ., વી.એસ. હોસ્પિટલ
ઉપરાંત મા.જે.પુસ્તકાલય તથા મ્યુનિ.સ્કૂલબોર્ડના રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટ
ઉપર શાસકપક્ષ તરફથી સુધારા રજૂ કરવામાં આવશે.મોટાભાગે મ્યુનિસિપલ કમિશનર ૨૮ કે ૨૯
જાન્યુઆરીએ તેમનુ ડ્રાફટ બજેટ રજૂ કરે તેવી સંભાવના હોવાનું આધારભૂતસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે. વર્ષ-૨૦૨૪-૨૫ માટે મ્યુનિસિપલ કમિશનરે રુપિયા ૧૦૫૦૧ કરોડનું
ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ.