ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Gujarat police


Gujarat PSI-Lokrakshak Physical Test Dates Announces : ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, 'આગામી 15 સપ્ટેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે.'

આ પણ વાંચો : 100,00,00,000 પગાર હતો આ ભારતીયનો, ઈલોન મસ્કે નોકરીથી કાઢી મૂક્યા, હવે કર્યો કમાલ

શારીરિક કસોટીની આ રહેશે તારીખ

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ PSI અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરુ કરી દીધી છે, ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'PSI અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.'

PSI, લોકરક્ષક સહિતના પદ પર 12,472 જગ્યા પર ભરતી     

રાજ્ય સરકારના ગૃહ વિભાગ પોલીસ દળમાં PSI, લોકરક્ષક, જેલ સિપાઈ સહિતના વિવિધ પદ માટે 12,472 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી. જેની અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2024થી શરુ કરવામાં આવી હતી.



Google NewsGoogle News