ડ્રાયફ્રૂટ પણ સસ્તા લાગે તેવા ફાફડા-જલેબીના ભાવ, ફરસાણની દુકાનો પર જોવા મળી ભારે ભીડ
Gujarat News: આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ એટલે દશેરાની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આ તહેવાર જલેબી-ફાફડા ખાઈને ઉજવી રહ્યાં છે. શુક્રવારે (11 ઓક્ટોબર) નવરાત્રિનું છેલ્લું એટલે કે નવમું નોરતું હતું. ત્યારે ગુજરાતીઓએ મનભરીને વહેલી સવાર સુધી ગરબે ઘૂમી સીધાં જલેબી-ફાફડાની દુકાને પહોંચી ગયા હતાં. સવારથી જ તમામ ફરસાણની દુકાને લાંબી લાઈનો જોવા મળી રહી છે.
જલેબી-ફાફડાના ભાવમાં વધારો
ગુજરાતીઓ ખાણી-પીણીના શોખીન તરીકે જાણીતા છે. ત્યારે વહેલી સવારથી લોકો જલેબી-ફાફડા ખરીદવા લાઈનમાં ઉભા રહી ગયાં હતાં. જોકે, આ વર્ષે દશેરાના દિવસે દશેરાના દિવસે જલેબી-ફાફડાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. 1 કિલો ફાફડાના 500 રૂપિયા અને શુદ્ધ ઘીમાં બનેલી જલેબીના 600 તેમજ સીંગતેલની જલેબીના 33 રૂપિયા ભાવ નોંધાયા છે.
દુકાનદારોને મળ્યો સારો પ્રતિસાદ
આ વિશે દુકાનદારોને પણ આજે સારી એવી કમાણી જોવા મળી રહી છે. જે વિશે દુકાન માલિકોએ જણાવ્યું કે, આજના દિવસે સારો માહોલ જોવા મળી રહ્યો છે. સારા વાતાવરણને કારણે ગ્રાહકો આવી રહ્યાં છે, પરંતુ ઓનલાઈન ખરીદીના કારણે પહેલાં જેવી ભીડ જોવા નથી મળતી.
આ પણ વાંચોઃ રૂપાલની પલ્લીમાં હજારો કિલો ચોખ્ખા ઘીની નદીઓ વહી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
જલેબી-ફાફડા ખાવાની કથા
ગુજરાતીઓ દશેરાનો તહેવાર જલેબી-ફાફડા ખાઈને માણે છે. જેની પાછળ એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી, તેથી લોકો ભગવાન શઅરી રામની રાવણ પરની જીતને ઉજવવા માટે જલેબી ખાય છે. હિન્દુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે, ઉપવાસ ચણાનો લોટ ખાઈને તોડવો જોઈએ. નવરાત્રિના નવ દિવસના ઉપવાસ બાદ લોકો જલેબી-ફાફડા ખાઈને પોતાનો ઉપવાસ તોડે છે.