Get The App

વિદેશી સિગારેટના બંધાણી બન્યા ગુજરાતના યુવાનો, રેડિમેડ વસ્ત્રોની આડમાં ધૂમ દાણચોરી

Updated: Dec 9th, 2024

GS TEAM


Google News
Google News
વિદેશી સિગારેટના બંધાણી બન્યા ગુજરાતના યુવાનો, રેડિમેડ વસ્ત્રોની આડમાં ધૂમ દાણચોરી 1 - image


Gujarat News: ગુજરાત સહિત ભારતમાં તમાકુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલુ જ નહીં, ઉપયોગિતા ઘટે તે હેતુસર તમાકુ પર વેરો પણ વધુ છે. આ કારણોસર વિદેશી સિગારેટની ધૂમ દાણચોરી થઈ રહી છે. ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી છે. છેલ્લાં ચારેક વર્ષમાં જ ગુજરાતમાંથી અંદાજીત 85 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ પકડાઈ છે. 

વિદેશી સિગારેટની માંગમાં વધારો

યુવાનો તમાકુના બંધાણી ન બને તે માટે સરકાર તમાકુની બનાવટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. જેના માટે સરકાર તમાકુ અને તમાકુની બનાવટ પર વધુમાં વધુ કર લગાવે છે, જેથી તેનો ઉપયોગ ઘટાડી શકાય. હવે સિગારેટ સહિત તમાકુની બનાવટો મોંધી થઈ છે ત્યારે સસ્તી વિદેશી સિગારેટની માંગમાં વધારો થાય છે. આ જોતાં વિદેશી સિગારેટની ધૂમ દાણચોરી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્મગલર્સ મોટા પાયે વિદેશી સિગારેટ ભારતમાં ઠાલવી રહ્યા છે. સ્મગલરોનું આખું ય સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે.

આ પણ વાંચોઃ સુરતના ડીંડોલી વિસ્તારની સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, બે ને ઈજા

સિગારેટના દાણચોરો પર બાજ નજર

ભારતમાં વિવિધ બંદરો પર વિદેશી સિગારેટનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, રેડિમેડ વસ્ત્રો સહિત અન્ય ચીજવસ્તુઓની આડમાં વિદેશી સિગારેટનો ધૂમ વેપલો થઈ રહ્યો છે. જોકે, કસ્ટમ સહિત અન્ય એજન્સીઓની વિદેશી સિગારેટના દાણચોરો પર બાજ નજર છે. 

આ પણ વાંચોઃ દિપીકા આપઘાત કેસ: BJPના બે કોર્પોરેટરે કરોડોની કમાણી માટે રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા

યુવાનો માટે હાનિકારક

કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ આ વાતનો ખુલાસો કર્યો કે, વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 5.12 કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઈ છે, જેની કિંમત 85 કરોડ રૂપિયા થવા જાય છે. નફાની લ્હાયમાં નાના વેપારીઓ વિદેશી સિગારેટના ખરીદદાર બન્યા છે કેમકે, યુવાઓને મોંઘી સિગારેટ પોષાય તેમ નથી. આ જોતાં યુવાઓ અનરજિસ્ટર્ડ બ્રાન્ડની સસ્તી વિદેશી સિગારેટના બંધાણી બન્યા છે. યુવાઓ કદાચ એ વાતથી અજાણ હશે કે, વિદેશી સિગારેટમાં કેડમિયમનું પ્રમાણ વધુ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. આમ, ધ્રુમપાનનો આનંદ માણતી યુવા પેઢીએ પણ અનરજિસ્ટર્ડ સસ્તી વિદેશી સિગારેટનો ઉપયોગ કરતાં ચેતવાની જરૂર છે.

Tags :