ગુજરાતમાં આખરે શિયાળાની જમાવટ : નલિયામાં 12.2 ડિગ્રી, 9 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat Weather Update: ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. એવામાં ગુરૂવારે અમદાવાદમાં તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.6 ડિગ્રી વધારે હતું.
છેલ્લાં 6 દિવસમાં જ નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. નલિયા ઉપરાંત પણ ઘણી જગ્યાએ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં છોટા ઉદેપુર, અમરેલી, વડોદરા, રાજકોટ, પોરબંદર, વલસાડ, જામનગર, ગાંધીનગર, ડાંગનો સમાવેશ થાય છે.
કયા શહેરમાં નોંધાયું કેટલું મહત્તમ તાપમાન
આ શહેરમાં નોંધાયુ 16 ડિગ્રીથી ઓછું તાપમાન
16 ડિગ્રીથી વધુ તાપમાન
હવામાન વિભાગની આગાહી
જોકે, આગામી 25 તારીખ સુધી અમદાવાદમાં તાપમાન ગગડવાની સંભાવના નવિવત્ છે. પરંતુ, ત્યારબાદ 27 નવેમ્બરથી તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું હતું.
હવમાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. પરંતુ, સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચે જવાનો ટ્રેન્ડ ચાલે છે. આ સાથે ઉત્તર-પૂર્વથી પવનો ફૂંકાવાના કારણે તાપમાન નીચું જઈ રહ્યું છે.