ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો ઍલર્ટ
Gujarat Weather Update: ગુજરાતમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી રહેવાની સાથે ઠંડા અને શુષ્ક પવનન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે, આગામી સાત દિવસ ઠંડીનું જોર કેટલું રહેશે?
આ પણ વાંચોઃ નર્મદા જિલ્લામાં વધુ એક શરમજનક ઘટનાઃ રસ્તાના અભાવે પ્રસૂતાએ ઝોળીમાં જ બાળકને આપ્યો જન્મ
આગામી અઠવાડિયે ઠંડીનું જોર કેવું રહેશે?
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં આગામી સાત દિવસ ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાશે. જોકે, હાલ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.
આ પણ વાંચોઃ પોષી પૂનમે ધામધૂમથી ઉજવાશે માં અંબાનો પ્રાગટ્ય દિવસ, જાણો ભક્તો માટે કેવી હશે વ્યવસ્થા
આ જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે શુક્રવારે (13 ડિસેમ્બર) પણ રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે રાજકોટમાં યલો ઍલર્ટ સાથે કોલ્ડવેવની ચેતવણી પણ આપી છે.