ગુજરાતમાં આવતા સપ્તાહથી શિયાળાનો અહેસાસ થશે, આ દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે

અંબાલાલ પટેલના મતે આ વખતે માર્ચની શરૂઆત સુધી ગુલાબી ઠંડી અનુભવાશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં આવતા સપ્તાહથી શિયાળાનો અહેસાસ થશે, આ દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે 1 - image



અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં નવરાત્રીના અંતિમ દિવસોમાં ખેલૈયાઓને રાત્રે ઠંડકનો અનુભવ થયો હતો. રાજ્યમાં હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. (Feeling cold)ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં રાત્રે (Minimum temperature)લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી રહેવાનું અનુમાન કર્યું છે.(winter) આવતા સપ્તાહથી ઠંડીનો ચમકારો અનુભવાશે. (Double season)ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ થવા માંડશે. 

રાજ્યમાં માવઠાની કોઈ શક્યતાઓ દેખાતી નથી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં ટ્રાન્ઝીટ પીરિયડ ચાલી રહ્યો છે. પરંતુ ટુંક સમયમાં વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થશે. હજી આગામી 15 દિવસ રાજ્યમાં મિશ્ર ઋુતુ રહેશે. જેથી શિયાળો થોડો મોડો આવશે. હજી 15 દિવસ ઠંડી માટે રાહ જોવી પડશે. હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતાઓ દેખાતી નથી.  

આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, આ વર્ષે અલ નિનોના કારણે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થશે. ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે. આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. 

ગુજરાતમાં આવતા સપ્તાહથી શિયાળાનો અહેસાસ થશે, આ દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે 2 - image


Google NewsGoogle News