Get The App

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! ચાર દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! ચાર દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને સાંજ પછી લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ, કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે. 

ગુજરાતના પાટનગરમાં નોંધાયું લઘુત્તમ તાપમાન

નવેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું. આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા, દુઃખી પતિઓની આજે અમદાવાદમાં રેલી

9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી તેમજ ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી, ભાવનગરમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

આ પણ વાંચોઃ સ્ટેન્ટ કાંડ બાદ ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ, ચાર તબીબો સામે પણ કાર્યવાહી: એક્શનમાં ગુજરાત સરકાર

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.


Google NewsGoogle News