Get The App

ચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવ.0ના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં પારો 16 ડિગ્રીથી નીચે ગગડ્યો

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
ચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવ.0ના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં પારો 16 ડિગ્રીથી નીચે ગગડ્યો 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતા 8 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગાંધીનગર ઠંઠુગાર શહેર

હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે

હવામાનની આગાહી

બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે હજુ 8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14થી 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની આશંકા છે. ગત રાત્રે અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ PMJAY યોજનામાં ક્લેમ ડિપાર્ટમેન્ટ પોલીસની રડારમાં, ખાનગી હોસ્પિટલને કરોડોની લ્હાણી, મળતિયા માલામાલ

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેરતાપમાન
ગાંધીનગર11.8
દાહોદ12.7
પોરબંદર14.0
ડીસા14.3
વડોદરા14.8
રાજકોટ14.9
અમરેલી15.2
નલિયા15.2
અમદાવાદ16.0
ડાંગ16.3
ભુજ16.7
કંડલા17.2
જામનગર17.3
ભાવનગર17.6
સુરત19.2

Google NewsGoogle News