Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Gujarat Weather: ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઇંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઇંચથી વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આજે (10મી સપ્ટેમ્બર) દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 2 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી 

બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે. આ ડીપ ડિપ્રેશન લગભગ 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઘણાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો: આજે ફરી થશે મેઘતાંડવ: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 21 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 3 - image


Google NewsGoogle News