Get The App

અસલામત સવારી: ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
અસલામત સવારી: ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર 1 - image


Gujarat ST Dangerous Accident: એસટી અમારી સલામત સવારીના સ્લોગન સાથે ફરતી આ બસ કેટલી સલામત છે તેનો એક ભયાનક નમૂનો આજે વડોદરામાં જોવા મળ્યો હતો. ચાંદોદ - આણંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ટાયર ચાલું બસમાં જ નીકળી ગયું. અચાનક ટાયર નીકળી જતાં મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પાસે એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલું બસમાં જ બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનાથી બસમાં બેઠેલાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. જોકે, બસ ધીમી હોવાથી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસને કાબૂમાં લઈ કોઈ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી. બસનું ટાયર અચાનક કેમ બહાર નીકળી ગયું તેની હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચોઃ માંજલપુરના મકાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગતા અફરાતફરી, જાનૈયાઓનો બચાવ

મુસાફરોની સલામતીનું જવાબદાર કોણ?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, એસટીની સલામત સવારીના દાવા કેટલાં સાચાં? જો બસની સ્પીડ થોડી પણ વધારે હોત અને કોઈ મોટો અકસ્માત થાત તો તેની જવાબદારી કોણ લેત? આટલાં બધાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની? 

આ પણ વાંચોઃ ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત

બસના સમારકામને લઈને મોટો પ્રશ્ન

આ ઘટનાથી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વર્ષો જૂની બસ રસ્તા પર દોડાવાય છે, તો તેની યોગ્ય જાળવણી કેમ કરવામાં નથી આવી રહી? અને જો બસનું સમારકામ શક્ય નથી તો શું તંત્રને લોકોનો જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોણે આપ્યો.. આવી ઘટનાઓ અવાર-નવાર થતી હોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જો કોઈ મોટી ઘટના બને તો સહાયની રકમ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ખખડધજ થયેલી બસોના સમારકામ માટે ખર્ચો કરવામાં કેમ નથી આવતો. શું લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી?


Google NewsGoogle News