ગુજરાતમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા, એમાંય 20 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Heart Issue


Heart Issues: તાજેતરમાં સોશિયલ મીડિયામાં જયપુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડાન્સ કરતી વખતે એક યુવાનને હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો અને તેનું થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં પણ આ પ્રકારે અચાનક જ હાર્ટ એટેકના કેસ આવવાના કિસ્સા છાસવારે સામે આવી રહ્યા છે. જાન્યુઆરીથી જુલાઇ એમ સાત મહિનામાં હૃદયની સમસ્યાના 47,180 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 223 જ્યારે પ્રતિ કલાકે 9 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

આ પણ વાંચો: કુંભારવાડામાં પરિવાર અગાસીમાં સૂતો રહ્યો અને તસ્કરો હાથફેરો કરીને ફરાર

છેલ્લા 7 મહિનામાં 47 હજારથી વધુ કેસ નોંધાયા

આ અંગે ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી જુલાઇ સુધી આ વર્ષે રાજ્યમાં હૃદયની સમસ્યાના 47,180 કેસ જ્યારે ગત વર્ષે 40,258 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષે જાન્યુઆરી થી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં 17 ટકાથી વઘુનો વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના 7111 કેસ નોંધાયેલા હતા. જૂન કરતાં જુલાઇમાં હૃદયની સમસ્યાના કેસમાં 10 ટકા જેટલો વધારો થયો હતો.

ગુજરાતમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા, એમાંય 20 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં 2 - image

ગુજરાતમાં હૃદયની સમસ્યાના કેસમાં અમદાવાદ મોખરે 

અમદાવાદમાં 13,906 લોકોને છેલ્લા 7 મહિનામાં હૃદયની સમસ્યા સર્જાયેલી છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગત વર્ષ કરતાં 10 ટકાથી વઘુનો વધારો થયો છે. હૃદયની સમસ્યાના સૌથી વઘુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અહીં ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભી ટ્રકમાં ઘૂસી સ્કૂલ વાન, 1 વિદ્યાર્થિનીનું મોત, 8 ઘાયલ

આ છે હૃદયરોગના મુખ્ય લક્ષણો

ડોક્ટરોના મતે છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું, હાથ ભારે લાગવા તે હૃદયરોગના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

ગુજરાતમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા, એમાંય 20 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં 3 - image

ગુજરાતમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા, એમાંય 20 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં 4 - image


Google NewsGoogle News