Get The App

ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો, દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો, દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ 1 - image


Passenger Traffic At Airports In Gujarat: ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ છે. એક જ મહિનામાં દેશના જે રાજ્યમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ હોય તેમાં ગુજરાત સાતમાં સ્થાને છે. જુલાઇ મહિનામાં અમદાવાદમાંથી 1.67 લાખ જ્યારે 11,344 આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર હતી. સાત મહિનાના આ સમયગાળામાં દિલ્હીમાંથી સૌથી વધુ 17.19 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે. 

અમદાવાદ એરપોર્ટથી સાત મહિનામાં 12.43 લાખ મુસાફરોની વિદેશ માટે અવર-જવર

મળતી માહિતી અનુસાર,જુલાઇ મહિનામાં ગુજરાતના એરપોર્ટમાં 11.67 લાખ ડોમેસ્ટિક અને 1.78 લાખ આંતરરાષ્ટ્રીય એમ કુલ 13.45 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી જ 1.67 લાખ ઈન્ટરનેશનલ અને 8.33 લાખ ડોમેસ્ટિક મુસાફરોનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરનો આંક વધીને 12.43 લાખ થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ, ગણેશ મંડપો પર અસર, જુઓ કયા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ


ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો, દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ 2 - image

જેની સરખામણીએ વર્ષ 2023 જાન્યુઆરીથી જુલાઈમાં 10.37 લાખ મુસાફરો હતા. બીજી તરફ ડોમેસ્ટિક  મુસાફરોની અવર-જવરનો આંક સાત મહિનામાં 63.01 લાખ થયો છે. જુલાઇ મહિનાની જ વાત કરવામાં આવે તો અમદાવાદથી 1,119 ઈન્ટરનેશનલ અને 6, 433 ડોમેસ્ટિક ફ્‌લાઇટની અવર-જવર હતી. જુલાઇમાં અમદાવાદથી 10 લાખથી વઘુ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ પ્રત્યેક દિવસે અમદાવાદ એરપોર્ટથી સરેરાશ 32,271 મુસાફરો અને 243 ફ્‌લાઇટની અવર-જવર નોંધાય છે.

ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો, દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ 3 - image

જુલાઇ મહિના દરમિયાન ગુજરાતના અન્ય એરપોર્ટમાંથી વડોદરામાં 93,284, રાજકોટમાં 76,586  સુરતમાં 1.35 લાખ, ભુજમાં 13,571, દીવમાં 3090 મુસાફરોની અવરજવર હતી. 

ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો, દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ 4 - image


Google NewsGoogle News