ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ ઉમરપાડામાં

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ ઉમરપાડામાં 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયામાં 3.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં પણ 3.5 ઇંચ વરસાદ, વડોદરામાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ ઉમરપાડામાં 2 - image

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ ઉમરપાડામાં 3 - image

આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 સપ્ટેમ્બર) વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલો ઍલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં મંત્રી ભાજપના સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળ તેમજ અરબ સાગરના ભેજના કારણે મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમ સક્રિય રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ ઉમરપાડામાં 4 - image


Google NewsGoogle News