Get The App

ચોમાસું પૂરું થવા આવ્યું પણ સિઝનનો બસ આટલો જ વરસાદ, જુઓ આજે આ જિલ્લામાં છે ઍલર્ટ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ચોમાસું પૂરું થવા આવ્યું પણ સિઝનનો બસ આટલો જ વરસાદ, જુઓ આજે આ જિલ્લામાં છે ઍલર્ટ 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે આજે (આઠમી ઑગસ્ટ) ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં થંડર સ્ટ્રોર્મની ચેતવણી આપી છે. જેને લઈને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે ઍલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (આઠમી ઑગસ્ટ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: વિકલાંગ ક્વૉટા હેઠળ નોકરી મેળવનાર ગુજરાતના 5 IAS અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે: સૂત્રો


નવમી ઑગસ્ટની આગાહી 

નવમી ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

10મીથી 14મી ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.53 ટકા, સૌરાષ્ટ્રમાં 78.20 ટકા અને, ઉત્તર ગુજરાતમાં 51.14 ટકા અને મધ્ય ગુજરાતમાં 49.29 ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસું પૂરું થવા આવ્યું પણ સિઝનનો બસ આટલો જ વરસાદ, જુઓ આજે આ જિલ્લામાં છે ઍલર્ટ 2 - image



Google NewsGoogle News