ગુજરાતમાં સિઝનનો 76% વરસાદ, જળાશયો છલકાતાં સરેરાશ 73% જળસ્તર, 53 ઓવરફ્લો થયા

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સિઝનનો 76% વરસાદ, જળાશયો છલકાતાં સરેરાશ 73% જળસ્તર, 53 ઓવરફ્લો થયા 1 - image


Gujarat Rain Updates and Dam Water News| ગુજરાતમાં 27 ઈચ સાથે સિઝનનો સરેરાશ 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા વરસાદને પગલે જળસ્તરની સ્થિતિમાં પણ વધારો થયો છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 72.83 ટકા જળસ્તર છે જ્યારે 207 માંથી 53 જળાશયો તેની ક્ષમતાના 100 ટકા ભરાઈ ચૂક્યા છે.

ગુજરાતના 66 જળાશયો 90 ટકાથી વધુ ભરાઈ જતાં તેને હાઇ એલર્ટ, 80 ટકાથી 90 ટકા જળસ્તર થતાં 17 જળાશયોને એલર્ટ, 70 ટકાથી 80 ટકા જળસ્તર થતાં 11 જળાશયોને વોર્નિંગ હેઠળ મૂકાયા છે જ્યારે 112 જળાશયોમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે. 

ગુજરાતના 30 જળાશયોમાં હજુ પણ જળસ્તર 10 ટકાથી ઓછું છે. જેમાં દેવભૂમિ દ્વારકાના સાની, સુરેન્દ્રનગરના નિમ્બાની-લિમ ભોગાવો 1-સબુરી-ત્રિવેણી થાંગા જેવા જળાશયો હજુ પણ ખાલીખમ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. નો હાલનો જળસંગ્રહ 293831 મિલિયન ક્યુબફિટ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 87.95 ટકા છે. રાજ્યના કુલ કુલ 206 જળાશયોમાં 357491 મિલયનક્યુબ ફિટ જળસંગ્રહ નોંધાયો છે. હાલ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં સૌથી ઓછો 31.27 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 76.63 ટકા જળસ્તર છે.

ગુજરાતમાં સિઝનનો 76% વરસાદ, જળાશયો છલકાતાં સરેરાશ 73% જળસ્તર, 53 ઓવરફ્લો થયા 2 - image



Google NewsGoogle News