ગુજરાતમાં 10 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખ પછી એક પછી એક નવી વરસાદી સિસ્ટમ આવશે
Ambalal Patel Prediction : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 26 સપ્ટેમ્બર સુધી એક પછી એક નવી વરસાદી સિસ્ટમ બનવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
26 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી માહોલ રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'દેશમાં ડીપ ડિપ્રેશ બનવાથી બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં 11 સપ્ટેમ્બર પછી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પડી શકે છે. આ પછી, એક પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 26 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી માહોલ રહેશે.'
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, મોનસૂન ટ્રફના કારણે આ જિલ્લામાં યલો એલર્ટ
દેશના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે કહ્યું કે, 'દેશના મધ્ય ભાગમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, નર્મદા નદીમાં નવા નીર આવતાં તેના જળસ્થળમાં વધારો જોવા મળશે. પૂર્વ ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.'