Get The App

ડ્રાઈવરને ઝોંકુ આવતા ટ્રકમાં ઘૂસી બસ, બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતમાં 10 લોકો ઘાયલ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ડ્રાઈવરને ઝોંકુ આવતા ટ્રકમાં ઘૂસી બસ, બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતમાં 10 લોકો ઘાયલ 1 - image


Gujarat Bagodara Vataman Accident | રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. તાજેતરના અહેવાલ બગોદરા- વટામણ હાઇવે પરથી આવ્યા છે જ્યાં એક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બગોદરાની તારાપુર ચોકડી નજીક સર્જાઈ હતી. 

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

માહિતી અનુસાર ખાનગી લકઝરી બસ ચાલકને ઝોકું આવી જતા દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ છે. મુસાફરોએ એવો દાવો કર્યો હતો કે ડ્રાઈવરને ઝોકું આવી જતા ઊભી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. આ બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી.

6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ બગોદરા,બાવળા, ફેદરાથી એમ્બ્યુલન્સો પહોંચીને તાત્કાલિકના ધોરણે ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા.બીજી તરફ 6 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરાયા હતા.  ડ્રાઈવરને ઝોંકુ આવતા ટ્રકમાં ઘૂસી બસ, બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતમાં 10 લોકો ઘાયલ 2 - image




Google NewsGoogle News