Get The App

પોલીસ ભરતીની તૈયારીઓ માટે મળશે વધુ સમય, શારીરિક કસોટીની તારીખમાં થયો ફેરફાર: સૂત્રો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
પોલીસ ભરતીની તૈયારીઓ માટે મળશે વધુ સમય, શારીરિક કસોટીની તારીખમાં થયો ફેરફાર: સૂત્રો 1 - image


Gujarat Police Recruitment: પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. 

આ પણ વાંચોઃ હા, અમે પોલીસવાળાઓને માર્યા...' થપ્પડકાંડના આરોપી નરેશ મીણા સામે આવ્યાં, બબાલનું કારણ જણાવ્યું

ડિસેમ્બરમાં યોજાશે પરીક્ષા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી

પરીક્ષામાં વિલંબનું કારણ? 

મળતી માહિતી મુજબ, હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હવે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મોડું થતાં ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે. 


Google NewsGoogle News