Get The App

સરકાર સામે બાંયો ચઢાવનારા પોલીસના 13 'વહીવટદારો'ની મિલકતો તપાસવા પહેલીવાર આદેશ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
સરકાર સામે બાંયો ચઢાવનારા પોલીસના 13 'વહીવટદારો'ની મિલકતો તપાસવા પહેલીવાર આદેશ 1 - image


Gujarat Police: અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી તેમજ અન્ય ઉપરી અધિકારીઓ માટે ઉઘરાણાં કરતાં 13 વહીવટદારોની જિલ્લા બદલીનો વિવાદ વકર્યો છે. અમદાવાદમાં તોડબાજીની ફરિયાદોથી ડીજીપી અને પોલીસ કમિશનરની સંયુક્ત તપાસ બાદ અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવેલા 13 વહીવટદારો હાઈકોર્ટમાં ધા નાંખવા કાર્યવાહી કરી રહ્યાં હતાં. હવે ડીજીપીએ વહીવટદારો અને તેમના પરિવારની મિલકતો અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તપાસ ઊંડી તપાસ કરવામાં આવે તેવા આદેશો કર્યાની ઘટના રાજ્યમાં પ્રથમ વખત જ બની છે.

તોડબાજીની ફરિયાદોથી બદલી કરતાં હાઈકોર્ટ પહોંચ્યા વહીવટદારો

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા માટે કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા કાઢવા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું. 

સરકાર સામે બાંયો ચઢાવનારા પોલીસના 13 'વહીવટદારો'ની મિલકતો તપાસવા પહેલીવાર આદેશ 2 - image

એક-બે કિસ્સામાં તો દારૂની હેરાફેરી, અન્ય ગેરકાયદે કૃત્યો અને લાખો રૂપિયા પડાવાની ઘટનાઓ ખુલી હતી. આથી ડીજીપીએ 13 વહીવટદારોની બીજા જિલ્લામાં બદલીના આદેશ કર્યા હતા. સરકારી કર્મચારી હોવાના નાતે વહીવટદારોએ હાઈકોર્ટમાં ધા નાંખવા તૈયારી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ કરવામાં ગુજરાતીઓ દેશમાં 11માં ક્રમે, દરરોજ સરેરાશ રૂ. 37 લાખનો દંડ ચૂકવે છે


DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા આદેશ કર્યો

આ રીતે સરકાર સામે બાથ ભીડનાર પોલીસના 13 વહીવટાદારો સામે આખરે ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી છે. 13 વહીવટદારો ઉપરાંત તેમના પરિવાર કે સ્વજનોના નામે સ્થાવર કે જંગમ મિલકત, બેન્ક બેલેન્સ, વાહનો, લોકર્સ, ડીમેટ એકાઉન્ટસ કે અન્ય રોકાણો હશે તે અંગે ઊંડાણભરી તપાસ કરીને ડીજીપીને રિપોર્ટ આપવામાં આવશે તેમ ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ એવી ચર્ચા છે કે, વહીવટદારપ્રથા અંગેની વર્ષો જુની બેફામ બનેલી સિસ્ટમમાં સુધારાલક્ષી પગલાં લેવાશે ખરા?


Google NewsGoogle News