Get The App

અમદાવાદમાં મુંબઈ-દિલ્હી જેવો કડક કાયદો! 30થી વધુ બાબતો માટે ફટકારાશે ઈ-મેમો

સી.સી.ટી.વી.કેમેરાથી પોલીસ-મ્યુનિ.ના નિયમભંગ બદલ કાર્યવાહી કરાશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં મુંબઈ-દિલ્હી જેવો કડક કાયદો! 30થી વધુ બાબતો માટે ફટકારાશે ઈ-મેમો 1 - image

E-Memo : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે. પાંચ હજારથી વધુ સી.સી.ટી.વી.કેમેરાની મદદથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મળી ત્રીસથી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે. આગામી બે મહિનામાં અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

અમદાવાદમાં હવે ટ્રાફિક કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ નિયમની અવગણના કરવી આવનારા સમયમાં લોકો માટે ભારે પડી જશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી સી.સી.ટી.વી.કેમેરાને કંટ્રોલરુમ સાથે જોડી દેવામાં આવશે.જેથી નિયમનો ભંગ કરનારા પકડાઈ જશે. નિયમભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈ-મેમો આપવામાં આવશે.

AIની મદદથી પોલીસ અને પાલિકા બન્ને કરશે તમારી મદદ

હવેથી પોલીસ અને અમદાવાદ મનપા બન્ને તમારી હરકતો પર નજર રાખશે. AI એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે. એટલું જ નહીં બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર પણ તમારી બધી હરકત તમારી દરેક મૂવમેન્ટ પર વોચ રાખશે. શહેરમાં જગ્યા જગ્યાએ લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાની મદદથી આ વોચ રાખવામાં આવશે.

કઈ-કઈ બાબત માટે ઈ-મેમો આપવામાં આવશે?

- રેડ સિગ્નલનો ભંગ કરવો

- ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ

- સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર મુસાફરી કરવી

- ત્રણ સવારી મુસાફરી કરવી

- દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર

- નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવુ

- બી.આર.ટી.એસ.કોરિડોરમાં વાહન ચલાવવુ

- જાહેર રસ્તા ઉપર થૂંકનારાને દંડ કરાશે

- જાહેર રોડ ઉપર રખડતા પશુ ને લઈ

- જાહેર રોડ ઉપર કચરો નાંખવો

- ભારે વાહન દ્વારા મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ

- રોડ ઉપરના ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં

- રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા અંગે

- રોડ ઉપરના વીજ પોલ કે ફૂટપાથ તૂટેલા હોય


Google NewsGoogle News