Get The App

શાહી સ્નાન માટે ગુજરાતીઓ પ્રયાગરાજ પહોંચ્યા, લકઝ્‌યુરિયસ ટેન્ટનું ભાડું 8 હજારથી માંડી એક લાખ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
શાહી સ્નાન માટે ગુજરાતીઓ પ્રયાગરાજ પહોંચ્યા, લકઝ્‌યુરિયસ ટેન્ટનું ભાડું 8 હજારથી માંડી એક લાખ 1 - image


Mahakumbh 2025: આસ્થાના મહાસાગર સમાન મહાકુંભનો આરંભ થયો છે. દેશવિદેશમાંથી હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે, ત્યારે મહાકુંભના ટુર પેકેજની ભારે ડિમાન્ડ બોલાઈ રહી છે. મહાકુંભ માટે ટુર ઓપરેટરોને ત્યાં ઇન્કવાયરીની સાથે સાથે બુકિંગ પણ થઈ રહ્યું છે. શાહી સ્નાન કરવા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. આ જોતાં અમદાવાદથી પ્રયાગરાજ થતી ફ્લાઇટ્સ પણ ફુલ થઈ છે. 

મહાકુંભ માટે અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ શરૂ કરાઈ

મહાકુંભ માટે અમદાવાદથી ટ્રેન ઉપરાંત પ્રયાગરાજ સુધીની સીધી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ મોટે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી ટુર ઓપરેટરોએ પણ ત્રણ દિવસ-બે નાઇટના ખાસ પેકેજ તૈયાર કર્યાં છે. 20 હજાર રૂપિયાથી માંડીને 45 હજાર રૂપિયા સુધીના ટુર પેકેજની ઘણી ડિમાન્ડ બોલાઈ રહી છે. ટુર ઓપરેટરો પણ શ્રદ્ઘાળુઓને ત્રિવેણી સંગમમાં ડુબકી, અખાડા વિઝીટ, નાગા સાઘુઓ સાથે મુલાકાત ઉપરાંત ગંગા આરતીનો લાભ મળે તેવી ઓફર કરી રહ્યાં છે. ઘણાં ગ્રુપો ટ્રેનમાં પ્રયાગરાજ પહોચ્યાં છે. આ સિવાય આઠથી દિવસના બસ પ્રવાસોની પણ એટલી જ ડિમાન્ડ રહી છે. લોકોએ ગ્રુપમાં બસ પ્રવાસો ગોઠવ્યાં છે. મહાકુંભ જ નહીં, અયોઘ્યા સહિત અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે પ્રવાસનું આયોજન કરાયુ છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાળનો પ્રારંભ

એક લાખ સુધી પહોંચ્યું લકઝુરિયસ ટેન્ટનું ભાડું

ટુર ઓપરેટરોનું કહેવું છે કે, શ્રદ્ધાળુઓના ભારે ઘસારાના કારણે હોટેલના ભાડા પણ બમણાં થઈ ગયાં છે. જેમકે, 1500 રૂપિયાના રૂમનું ભાડુ 2500 બોલાઈ રહ્યું છે. આ જ પ્રમાણે, ગંગા કિનારે લકઝુરિયસ ટેન્ટનું ભાડું 8 હજાર રૂપિયાથી માંડીને એક લાખ સુધી પહોચ્યું છે. મહાકુંભમાં ગુજરાતીઓ જઈ શકે તે માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જ્યાં આ ફ્લાઇટનું ભાડું 4-5 હજાર હતું તે હાલ 12 હજાર સુધી પહોંચી ગયું છે. મોટાભાગની ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે. આમ, ટુર ઓપરેટરોને મહાકુંભ ફળે તેમ છે. કારણ કે, જે પ્રકારે ઇન્કવાયરી થઈ રહી છે અને બુકિંગ શહરૂ છે, તે પ્રમાણે મોટી સંખ્યામાં ગુજરાતીઓ મહાકુંભમાં પહોંચે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક: 100 રૂપિયાની માથાકૂટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કારણ કે, ક્રુઝની વિશેષતા છે કે, ક્રુઝમાં કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ક્રુઝમાંથી ગંગા સ્નાનનો લાભ મળી શકે છે. આ ક્રુઝમાં પાંચ રૂમ છે અને તેની એક રાતનો ભાવ 7 લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. હાલ, ગુજરાતીઓ આ ક્રુઝ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે. 

શ્રદ્ધાળુઓ ક્યારે કરશે શાહી સ્નાન?

  • 29 જાન્યુઆરી - મૌની અમાવાસ્યા
  • 3 ફેર્બુઆરી - વસંત પંચમી


Google NewsGoogle News