ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ 1 - image


Heavy Rain In Gujarat: રાજ્યમાં હવામાન પલટાયું છે, ત્યારે આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે (22 ઑગસ્ટ) ભારે વરસાદને પગલે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 24થી 26 ઑગસ્ટ દરમિયાન પશ્ચિમ ભાગના વિસ્તારો સિવાય ગુજરાતમાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત, 26-27 ઑગસ્ટે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો જાહેર કરવામાં આવ્યું છે. જાણો કયા દિવસે ક્યાં-ક્યાં ઓરેન્જ અને યલો જાહેર કરવામાં આવ્યું. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પછી મેઘરાજાએ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં આણંદના ખંભાતમાં 71 મિ.મી., ખેડાના કઠલાલમાં 54 મિ.મી., ડાંગના આહવામાં 49 મિ.મી., નવસારીના વાંસદામાં 43 મિ.મી., દાહોદના ધાનપુરમાં 38 મિ.મી., પોરબંદરના કુતિયાણા અને છોટા ઉદેપુરના સંખેડામાં 35 મિ.મી., સુરેન્દ્રનગરના થાનગઢ અને બનાસકાંઠાના દાંતામાં 32 મિ.મી., રાજકોટના ધોરાજીમાં 31 મિ.મી. અને જેતપુરમાં 29 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

આજે આ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ 

 22 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર,  અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જામનગર, રાજકોટ, બોટાદ,  ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : લાંબા વિરામ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો, 2 અંડરપાસ બંધ કરાયા, ઠેર-ઠેર ટ્રાફિક જામ

23 ઑગસ્ટની આગાહી

આગામી છ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 23 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

24 ઑગસ્ટની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 24 ઑગસ્ટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

25 ઑગસ્ટની આગાહી

25 ઑગસ્ટના દિવસે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અચાનક વાયુ પ્રદૂષણ વધ્યું, ખાસ કરીને પશ્ચિમમાં ભેદી ધુમાડો છવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

26 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે આ દિવસે (26 ઑગસ્ટ) કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સિવાયના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલવાશે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

27 ઑગસ્ટની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે રાજ્યમાં વાતાવરણ પલટાશે. સતત ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે. જેમાં કચ્છ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, વડોદરા, ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ 2 - image

28 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં 27-28 ઑગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં 28 ઑગસ્ટે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, અમદાવાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ 3 - image


Google NewsGoogle News