Get The App

ગુજરાતના તબીબી પ્રાધ્યાપકો માટે મોટા સમાચાર! સરકારે 30 થી 50 ટકા સુધી વેતનમાં કર્યો વધારો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ગુજરાતના તબીબી પ્રાધ્યાપકો માટે મોટા સમાચાર! સરકારે 30 થી 50 ટકા સુધી વેતનમાં કર્યો વધારો 1 - image


Medical Teachers Salary Increased: ગુજરાતમાં શિક્ષકો અવાર-નવાર ભરતી અને પગારને લઈને આંદોલન કરતાં હોય છે. ત્યારે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તબીબી પ્રાધ્યાપકોના પગારને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રસ્તા વરસાદી ગટર પાછળ રૂ.115 કરોડના ખર્ચનું આયોજન

શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને ગુણવત્તાયુક્ત મેડિકલ શિક્ષણના હેતુથી લેવાયેલા આ નિર્ણય હેઠળ કરાર આધારિત તબીબી પ્રાધ્યાપકોના માસિક વેતનમાં 30 થી 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલ દ્વારા X પર પોસ્ટ કરી આ વિશે જાણકારી આપવામાં આવી છે. 

ગુજરાતના તબીબી પ્રાધ્યાપકો માટે મોટા સમાચાર! સરકારે 30 થી 50 ટકા સુધી વેતનમાં કર્યો વધારો 2 - image

આ પણ વાંચોઃ ભાયલી ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનો મોબાઇલ શોધવા વડસર પાસે નદીમાં પોલીસની તપાસ

જેમાં વર્ગ 1 ના પ્રોફેસરનો પગાર 1,84,000 થી વધારીને 2,50,000 કરવામાં આવ્યો છે. વર્ગ 1 ના સહ પ્રાધ્યાપકનો પગાર 1,67,500 થી વધારીને 2,20,000 કરવામાં આવ્યો છે. વર્ગ-1 ના મદદનીશ પ્રાધ્યાપકનો પગાર 89,400 થી વધારીને 1,38,000 કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ગ-2 ના ટ્યુટરનું વેતન 69,300થી વધારીને 1,05,000 કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News