Get The App

ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો 4.12 લાખ કરોડને પાર, કેગના રિપોર્ટમાં ખુલાસો

રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી

2021-22માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો 4.12 લાખ કરોડને પાર, કેગના રિપોર્ટમાં ખુલાસો 1 - image


Gujarat News : ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35458 કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51647 કરોડ થઈ છે.

વિધાનસભામાં નાણાકીય હિસાબનો ઓડિટ રિપોર્ટ રજૂ થયો

ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે, જ્યારે 14700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 31મી માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 283057 કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 117751.56 કરોડનો વધારો કર્યો છે, જ્યારે 86170.83 કરોડ ભરપાઈ કરી છે. છેલ્લા બે વર્ષના તફાવતમાં જોઈએ તો 2021-22માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો જેમાં 2022-23ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વિગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળીને 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.

ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો 4.12 લાખ કરોડને પાર, કેગના રિપોર્ટમાં ખુલાસો 2 - image

ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો 4.12 લાખ કરોડને પાર, કેગના રિપોર્ટમાં ખુલાસો 3 - image


Google NewsGoogle News