Get The App

GCAS પોર્ટલથી Ph.D પ્રવેશ મુદ્દે ફરી વિવાદ, યુનિ.ઓની ઇચ્છા વિરુદ્ધ સરકારે પકડી જીદ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
GCAS પોર્ટલથી Ph.D પ્રવેશ મુદ્દે ફરી વિવાદ, યુનિ.ઓની ઇચ્છા વિરુદ્ધ સરકારે પકડી જીદ 1 - image


Ph.D Admission Process on GCAS Portal : યુજી અને પીજીની પ્રવેશ પ્રક્રિયા માટે GCAS પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મૂંઝવણ અને છબરડાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ Ph.D પ્રવેશ પ્રક્રિયા પણ GCAS પરથી કરવાને લઈને ફરી વિરોધ શરુ થયો છે. કારણ કે, યુનિવર્સિટીઓની ઇચ્છા પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરવાની છે, પરંતુ સરકારે પણ પોતાની જાહેરાતને વળગી રહી GCASથી જ પ્રવેશ પ્રક્રિયાની જીદ પકડી રાખી છે. GCASથી પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો પ્રશ્ન રજિસ્ટ્રેશન ફી અને પ્રવેશ ફી નો છે. કારણ કે, GCAS પર રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ભર્યા બાદ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની પરીક્ષા ફી પણ અલગથી ભરવી પડે તેમ છે. જેના માટે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. નોંધનીય છે કે, સરકારી યુનિવર્સિટીઓમાં હાલ Ph.D પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન શરુ નથી થયું.

Ph.D પ્રવેશને લઈને પ્રશ્નો

સરકારે આ વર્ષે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં યુજી અને પીજીથી માંડીને પીએચડી સુધીના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS) શરુ કર્યું છે. આ પોર્ટલમાં કોમન રજિસ્ટ્રેશન દ્વારા યુજી અને પીજીના પ્રવેશ થઈ ગયા છે, પરંતુ પાછળથી ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઘણાં છબરડા થયા હતા. જોકે, હવે Ph.D પ્રવેશને લઈને પણ ઘણી મૂંઝવણો અને પ્રશ્નો ઊભા થયા છે. મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓ GCAS પોર્ટલ પરથી Ph.D માટે પ્રવેશ કરાવવા નથી માંગતી. યુનિવર્સિટીઓની પોતાના દ્વારા જ પ્રવેશ કરાવવાની ઇચ્છા છે. કારણ કે, દરેક ફેકલ્ટી-બ્રાન્ચ મુજબ દરેક વિષયની જુદી-જુદી જગ્યાઓ હોય છે. જેના માટે પોર્ટલમાં વિષય પસંદ કરવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.

આ પણ વાંચોઃ વડોદરાના મકરપુરા રોડ પર દારૂની મહેફિલ માણતા છ નશેબાજો પકડાયા

એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે મૂંઝવણ

આ ઉપરાંત દરેક યુનિવર્સિટી ની પોતાની અલગ-અલગ પ્રક્રિયા અને પદ્ધતિ છે. દરેક યુનિવર્સિટી પીએચડી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. જેના માટે દરેક યુનિવર્સિટી પોતાના રીતે જ ફી નક્કી કરે છે. પરંતુ, આ વખતે યુજીસી દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમને કારણે અનેક પ્રશ્ન ઊભા થયા છે. યુજીસીએ NETના સ્કોરને જ Ph.D પ્રવેશ માટે ધ્યાનમાં લેવાનું અને જરૂર ન હોય તો એન્ટ્રન્સ ટેસ્ટ ન લેવા ભલામણ કરી છે. જેના કારણે દરેક યુનિવર્સિટીમાં નેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે અલગથી બેઠકો પણ રાખવી પડે તેમ છે.  

આ પણ વાંચોઃ પોલીસની હાજરીમાં જ પતિએ પત્નીને મારી નાખવાની ધમકી આપી

સરકારને કરી રજૂઆત

આ સાથે GCAS પોર્ટલ પરથી પ્રવેશ પ્રક્રિયા કરવાથી ફીનો પણ પ્રશ્ન ઊભો થાય છે. GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે અને બાદમાં વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીમાં અલગથી પણ પ્રવેશ ફી ભરવી પડે તમે છે. હાલ સરકારે એડમિશન પ્રક્રિયાને લઈને તમામ યુનિવર્સિટીઓ પાસેથી વિષય મુજબ કેટલી બેઠકો છે તેની વિગતો મંગાવી છે. મોટા ભાગની યુનિવર્સિટીઓએ વિગત અને GCAS પોર્ટલ પર પોતાના પ્રશ્નો તેમજ રજૂઆતો સરકારને મોકલી દીધી છે. 

હવે આ તમામ મુદ્દે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. સરકારે GCAS પોર્ટલમાંથી જ પ્રવેશ મુદ્દે યુનિવર્સિટી છૂટ પણ આપી શકે છે. પરંતુ, જો થોડા દિવસોમાં નિર્ણય નહીં લેવાય તો પ્રવેશ પ્રક્રિયામાં ઘણો વિલંબ થશે. કારણ કે, સપ્ટેમ્બર મહિનો શરુ થઈ ગયા બાદ પણ હજુ સુધી રજિસ્ટ્રેશન શરુ થયું નથી.


Google NewsGoogle News