Get The App

'વિકાસ સપ્તાહ' માં ગુજરાતના ખેડૂતોને ઠેંગો મળ્યો, પાક હાનિ છતાં સહાયનું ફદિયું પણ ન અપાયું

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
Damage To farmer Crops In Gujarat:

(AI Generated Inmage)

Damage To farmer Crops In Gujarat: ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી. દિવાળીના તહેવારો માથા પર છે ત્યારે કૃષિ વિભાગ હજી સર્વેક્ષણમાંથી બહાર આવી શક્યો નથી. એટલું જ નહીં કેન્દ્ર સરકારની ટીમ સમક્ષ ગુજરાતનું સાચું ચિત્ર રજૂ થઇ શક્યું નથી. રાજ્યના 14 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો નિર્ણય-જીઆર અને વિતરણની પ્રતિક્ષામાં અટવાઇ ગયા છે.

વિકાસ સપ્તાહમાં ખેડૂતોને ઠેંગો મળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનના 23 વર્ષ પૂર્ણ થતાં હમણાં જ રાજ્ય સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી કરી હતી. જેમાં અલગ અલગ સેક્ટરોને લાભ આપ્યાં છે, પરંતુ ગુજરાત જેના પર નભે છે તે ખેતીવાડી ખાતાને કોઈ લાભ મળ્યો નથી. આ વિકાસ સપ્તાહમાં ખેડૂતોને ઠેંગો મળ્યો છે. પાક નુકશાન પેકેજ નહીં આપીને સરકારે બહોળા વર્ગની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા?


14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા

કેન્દ્ર સરકારના 2016ના મેન્યુઅલ પ્રમાણે કુદરતી આપત્તિમાં રાજ્યોને પુરતી સહાય આપવી જોઈએ. આ વખતે રાજ્યમાં 140 ટકા વરસાદ થયો છે અને 14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા છે. જે પાક બચ્યાં છે તેમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે એટલે કે પ્રોડક્ટિવિટી ઘટી ગઈ છે, પરિણામે ઉત્પાદન પણ ઓછું થવાનો ભય છે. રાજ્યના 15 જિલ્લામાં સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.

'ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનું નુકશાન'

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 'રાજ્યના ખેડૂતોના પાક આ વર્ષે પાણીમાં ગયા છે. અમારા અંદાજ પ્રમાણે ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનું નુકશાન છે, પરંતુ ફુલ નહીં તો ફુલની પાંખડી પ્રમાણે સરકાર જે સહાય ચૂકવે છે તેમાં પાક નુકશાનીનો આંકડો 10,000 કરોડ રૂપિયા મૂકવો જોઈએ, કે જેથી ખેડૂત પરિવારોની દિવાળી સુધરી શકે.' મહત્વનું છે કે ભારે વરસાદ અને પૂરના કારણે લાખો હેક્ટર જમીન ધોવાઈ ગઈ છે અને આ ધોવાયેલી જમીનનો કોઈ સર્વે થઇ શક્યો નથી.

પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકારે જુલાઈના વરસાદથી નુકશાન થયેલા પાક માટે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું પરંતુ તેમાં ખેડૂતોને પિયત નહીં બિન પિયતના ફોર્મ ભરાવ્યા હોવાથી સહાયના માંડ 50 ટકા રકમ મળી શકશે. બીજીતરફ સર્વેમાં ખેડૂતોને 50 ટકા કરતાં વધુ નુકશાન થયું છે, છતાં 33 ટકાથી ઓછું નુકશાન બતાવ્યું છે. કેન્દ્ર સરકારે જે 600 કરોડની સહાય જાહેર કરી છે તે માત્ર ખેતીવાડી માટે નથી તેથી ખેડૂતોને તો તેમાંથી ખૂબ ઓછું ચૂકવણું થવાનું છે.'

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વીજળી કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, મેંદરડામાં 3 ઇંચ ખાબક્યો, ગરમીની આગાહી


'રાજ્ય સરકારે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું'

ખેડૂતોને પાક નુકશાન સહાય અંગે પૂછતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંકસમયમાં ખેડૂતોના પેકેજની જાહેરાત થશે. જુલાઈ મહિનામાં થયેલા વરસાદ પછી રાજ્ય સરકારે 1.50 લાખ ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. ઉપરાંત હમણાં જ કેન્દ્ર સરકારે એસડીઆરએફમાંથી 600 કરોડ આપ્યા હતા.'

ગુજરાતમાં ખેડૂતોના પાકને ઘણું નુકશાન થયું હોવાનું સ્વિકારતાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'કપાસ, મગફળી, બાજરો, જુવાર, કઠોળ પાક, એરંડા, ડાંગર અને શાકભાજીના પાકને ખૂબ વધારે નુકશાન થયું છે. 15મી સપ્ટેમ્બરે ત્રણ દિવસ માટે કેન્દ્રની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈને 14 જિલ્લાનો પાક નુકશાની સર્વે કર્યો હતો. રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઈ છે ત્યારે ખેડૂતોએ પાક પેટર્ન બદલવાની પણ જરૂર છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર ચોમાસામાં વધુ વરસાદ જોવો મળી રહ્યો છે.'

ખાતરની અછત વર્તાવાની દહેશત 

ગુજરાતમાં ખાતરની અછત વર્તાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના કૃષિ અધિકારીએ કહ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા પ્રશ્નોના કારણે ખાતર મધદરિયે અટવાયું છે. ખાતર લઈને આવતા જહાજો મોડા પડી રહ્યાં છે. રવિ સિઝન માટે કેન્દ્ર સરકારે 21.14 લાખ મેટ્રીક ટન ખાતર ફાળવ્યું છે પરંતુ સમસ્યાના કારણે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાના કારણે કેટલાક વિસ્તારામાં વિસ્તારોમાં પહોંચ્યું પરિણામે હાલ ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.'

'વિકાસ સપ્તાહ' માં ગુજરાતના ખેડૂતોને ઠેંગો મળ્યો, પાક હાનિ છતાં સહાયનું ફદિયું પણ ન અપાયું 2 - image


Google NewsGoogle News