Get The App

ગુજરાતમાં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, 81% વિદ્યાર્થીને માતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, 81% વિદ્યાર્થીને માતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી 1 - image


Development of education in Gujarat: નવી શિક્ષણ નીતિનો અમલ શરુ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં કઈ સદીની શિક્ષણ પ્રથા ચાલી રહી છે તે સમજી શકાતું નથી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનો વહીવટી સદંતર ખાડે ગયો છે. સત્તાવાર આંકડા સામે આવતા લાગી રહ્યું છે કે, શિક્ષણ મંત્રીના સઘળા દાવા પોકળ સાબિત થઈ શકે છે. રાજ્યમાં 2574 સરકારી સ્કૂલો ખંડેર હાલતમાં છે. 7599 સ્કૂલોની મકાન કાચી દીવાલો અને છતથી ઢંકાયેલા છે. 

આજે પણ 14600 સ્કૂલો એક વર્ગખંડથી ચાલે છે. શાળા પ્રવેશોત્સવના તાયફા થાય છે અને 100 ટકા નામાંકનના દાવા કરવામાં આવે છે પરંતુ 10 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા જ નથી. 1606 સ્કૂલમાં એક જ શિક્ષક છે. સ્થિતિ એ છે કે ધોરણ-3થી ધોરણ-8 સુધીના 81 ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા-લખતાં આવડતું જ નથી. 5616 સ્કૂલ બંધ કરી દેવાઈ છે. 86 સ્કૂલોમાં માત્ર પાંચથી દસ વિદ્યાર્થી છે. રાજ્યમાં 20 હજાર વર્ગ ખંડોની અછત છે. ખેલ મહાકુંભની મોટા ઉપાડે વાતો થાય છે પરંતુ 4000 સ્કૂલો પાસે મેદાન જ નથી.

આ પણ વાંચો: ખેડૂત તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા

ગુજરાતી ભાષા માટે બે વર્ષથી બનાવેલો નિયમ અદ્ધરતાલ

ગુજરાતી માતૃભાષાનું ગૌરવ અને અસ્મિતાની મોટી મોટી વાતો કરતી સરકાર ખુદ તેના બનાવેલા નિયમનું પાલન કરાવી શકતી નથી. મુંબઈ કે મહારાષ્ટ્રમાં જઈએ તો પ્રથમ ભાષા મરાઠીમાં બોર્ડ જોવા મળે છે. પંજાબમાં પંજાબી અને દક્ષિણમાં જે તે રાજ્યની ભાષામાં બોર્ડ અચૂક હોય છે, પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષાની જ અવગણના કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના તાયફા વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક, ધો.9-10માં 23%થી વધુ

2022માં રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે સરકારી કચેરીઓ, ખાનગી કે કેન્દ્રીય સંસ્થાઓ, શોપિંગ સેન્ટર, મોલ્સ, જાહેર સ્થળો, દુકાનો, મલ્ટીપ્લેક્સ અને મનોરંજનના સ્થળો એમ બધી જગ્યાએ લગાવેલા બોર્ડમાં નામ, સરનામું, સૂચના, માહિતી, દિશાનિર્દેશમાં અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. 


Google NewsGoogle News