Get The App

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ, રાજ્યમાં બે દિવસ હજુ વધશે તાપમાન

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ, રાજ્યમાં બે દિવસ હજુ વધશે તાપમાન 1 - image


Gujarat Weather Forecast: દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું થશે, તેમજ વધુ પડતી ગરમીનો અનુભવ થશે. જેને ધ્યાને લઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તોરોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતઃ બે લોકોના મોત, 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારનું મહત્તમ તાપમાન

વિસ્તારમહત્તમ તાપમાન
અમરેલી36.2
ભાવનગર35.2
ભુજ36.0
દમણ37.4
દીવ33.7
દ્વારકા34.4
જામનગર34.6
કંડલા34.8
નલિયા35.6
પોરબંદર36.5
સુરત37.8
વેરાવળ33.4


હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગરમીનું જોર વધશે તેમજ લોકોને અકડામણનો સામનો કરવો પડશે. રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતાં બે દિવસ એટલે 26 અને 27 ફેબ્રુઆરીના દિવસે ઉનાળાની ગરમીની વધુ અસર જોવા મળશે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીની વધુ અસર રહેશે. 

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ, રાજ્યમાં બે દિવસ હજુ વધશે તાપમાન 2 - image

આ પણ વાંચોઃ હોસ્પિટલ વીડિયોકાંડમાં વધુ એક આરોપી ઝડપાયોઃ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

ગુજરાતના વિવિધ જિલ્લાનું મહત્તમ તાપમાન

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, તેમજ ડીસામાં 33.2, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Google NewsGoogle News