Get The App

ગુજરાતની કલંકિત ઘટનાઓ ભૂલી મુખ્યમંત્રી ધરણે બેઠાં, ભાજપનો ધ્યાન ભટકાવવાનો વધુ એક પ્રયાસ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતની કલંકિત ઘટનાઓ ભૂલી મુખ્યમંત્રી ધરણે બેઠાં, ભાજપનો ધ્યાન ભટકાવવાનો વધુ એક પ્રયાસ 1 - image


Gujarat CM Protest on Rahul Gandhi Reservation Statement : રાહુલ ગાંધીના કથિત અનામત દૂર કરવાના નિવેદન સામે અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકની આગેવાનીમાં મૌન રેલી અને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ અનામત અને દેશ વિરોધી છે. આ ધરણાં પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યાં હતાં.

પાર્ટીના આરોપીઓ સામે પગલાં લેવાનો સમય નથી?

ગુજરાતની એ કમનસીબી છે કે સત્તાધારી ભાજપના નેતાઓ સાથે જે આરોપીઓ સંકળાયેલા છે, તેમની સામે પગલાં લેવા માટે મુખ્યમંત્રી કે સરકાર પાસે સમય નથી. તાજેતરમાં જ દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરીની શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટે દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાંખી હતી. આ આચાર્યનું કનેક્શન વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ખૂલ્યું છે.  ભાજપના એક પૂર્વ મંત્રી સાથે આરોપીએ પડાવેલા ફોટા પણ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયાં છે. બીજી ઘટના વડોદરામાં બની હતી, જ્યાં ભાજપના જ એક કાર્યકરે પરિણિતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના એક ધારાસભ્યના ખાસ ગણાતા આકાશ ગોહિલને બળાત્કારના કેસમાં બચાવવા પોલીસે ઘણાં ધમપછાડા કર્યાં છે. 

આ પણ વાંચોઃ મમતાને કર્તવ્ય શીખવનારા ગુજરાતના CM દાહોદ મુદ્દે 'મૌનીબાબા', સંવેદનશીલ સરકારની સંવેદના મરી પરવારી

આવી બીજી ઘણી ઘટનાઓ બની છે, જેમાં દુષ્કર્મના આરોપીઓ સાથે ભાજપના નેતાઓનો ઘરોબો છે તેથી તેમને બચાવવાના ભરપૂર પ્રયત્ન થઇ રહ્યાં છે. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે કોઈને કોઈ કારણોસર ગુજરાતમાં દુષ્કર્મની બનેલી ઘટનાઓમાં પડદો પાડવાની પેરવી થઇ રહી છે અને પોલીસ તપાસમાં ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યાં છે. મહિલા સશક્તિકરણની વાતો થાય છે પણ પીડિતાના આંસુ દેખાતા નથી.

આ પણ વાંચોઃ 'સસ્તા અનાજની દુકાનમાં આવા ધંધા...?' અનાજ લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દેવાયો

કોલકાતામાં હોબાળો પરંતુ ગુજરાતમાં મૌન

તાજેતરમાં કોલકત્તાના તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનામાં આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. જેમાં ભાજપના નેતાઓ જોડાઈને પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે માછલા ધોઈ રહ્યાં છે પરંતુ દિવા તળે એણાલું હોય તેમ ભાજપના નેતાઓ ગુજરાતમાં આવી દુષ્કર્મની કલંકિત ઘટનાઓમાં વિરોધ કરવાની જગ્યાએ મૌન સેવી રહ્યાં છે.


Google NewsGoogle News