Get The App

ગુજરાતમાં ખોટી રીતે લગ્નની નોંધણી થઈ હોવાના રેકેટનો પર્દાફાશ, 5 જગ્યાએ 4130 નોંધણીઓ ખોટી

સરકારમાં બે વખત પત્ર લખવામાં આવ્યા છતાં કોઈ પગલાં લેવાયા નથીઃ SPGના લાલજી પટેલ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં ખોટી રીતે લગ્નની નોંધણી થઈ હોવાના રેકેટનો પર્દાફાશ, 5 જગ્યાએ 4130 નોંધણીઓ ખોટી 1 - image



અમદાવાદઃ (SPG)ગુજરાતમાં લગ્નની નોંધણી ખોટી રીતે થતી હોવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. (Lalji patel)એસપીજીએ આ પર્દાફાશ કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, રાજ્ય સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં કરે તો એસપીજી આગામી દિવસોમાં આંદોલન કરશે.આ મુદ્દે યુવા ક્ષત્રિય ઠાકોર સમાજે પણ એસપીજીને ટેકો જાહેર કર્યો હતો.( fake marraige registration) એસપીજીના લાલજી પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે, રાજ્યમાં 5 જગ્યાએ 4130 ખોટી લગ્ન નોંધણી થઈ છે. જેમાં આણંદ, બનાસકાંઠા, અમરેલી, ખેડા જિલ્લામાં વધુ લગ્ન નોધણી થયા હોવાનું જણાવ્યું હતું. 

બ્રાહ્મણ સિવાય પણ કેટલાક લગ્ન થયા હોવાની વિગતો

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે,બનાસકાંઠાના સમોનાના ગામમાં એક વર્ષમાં 159 લગ્ન નોંધણી થઈ,બનાસકાંઠાના બાલુન્દ્રામાં 3મહિનામાં 70 લગ્નની નોધણી થઈ ,અમરેલીના વડીયામાં 3 વર્ષમાં 1639 લગ્ન નોધણી થઈ ખેડાના લસુન્દ્રામાં બે વર્ષમાં 460 લગ્ન નોધણી થઈ આણંદના રેલ ,વલ્લી, ખાખસર, જીનજ ગામમાં 5 વર્ષમાં 1802 લગ્ન નોંધણી એક જ અધિકારી એ કર્યા હોવાનું જણાવ્યું હતું. આણંદના રેલ ગામમાં 1 હજાર 100ની વસ્તી સામે એક હજાર 200 લગ્ન નોંધણી થઈ છે.  લગ્ન સ્થળ તરીકે દર્શાવેલા સ્થળે હકીકતમાં લગ્નની વિધિ ન થઇ હોવાનું પણ બહાર આવ્યું છે. બ્રાહ્મણ સિવાય પણ કેટલાક લગ્ન થયા હોવાની વિગતો બહાર આવી છે.લગ્ન કરાવનાર એકથી વધુ લગ્નમાં સાક્ષી બન્યા હોવાનું પણ બહાર આવ્યું છે. 

ફરજિયાત પોલીસ ખરાઈ કરવાનો નિયમ દાખલ કરો

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં બે વખત પત્ર લખવામાં આવ્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. વહેલી તકે કાયદામાં સુધારો સરકાર કરે એવી માંગણી છે અને દીકરીના લગ્નની નોંધણી યુવતીના ગામમાં જ કરવામાં આવે અને પોલીસ વેરિફિકેશન કરવામાં આવે જો બને પર કાયદા ઘડવામાં આવે તો ખોટા લગ્ન અટકાવી શકાય છે. લગ્ન નોધણી અધિનિયમ 2006 ધારા 8 ગ 2માં જરૂર ગણે તો જેની હુકુમતમાં પક્ષકારો રહેતા હોય તે સ્થાનિક પોલીસ સ્ટેશનને કાગળો ખરાઈ માટે મોકલી શકાશે. આ જોગવાઈ ને જરૂર ગણે તો તે જગ્યાએ ફરજિયાત પોલીસ ખરાઈ કરવાનો નિયમ દાખલ કરવામાં આવે.

ગુજરાતમાં ખોટી રીતે લગ્નની નોંધણી થઈ હોવાના રેકેટનો પર્દાફાશ, 5 જગ્યાએ 4130 નોંધણીઓ ખોટી 2 - image


Google NewsGoogle News