Get The App

બોર્ડની પરીક્ષામાં 444 માર્કની ભૂલ શિક્ષકને ભારે પડી, ગુજરાત શિક્ષણ બોર્ડે ફટકાર્યો રૂ.44,400નો દંડ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
Gujarat Board Paper Check


Gujarat Board Paper Check: ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ બદલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને એક માર્કસની ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના શિક્ષકે 444 માર્કસની ભૂલ કરતાં સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જો કે આ ત્રણેય શિક્ષકો ખાનગી સ્કૂલોના જ છે.

શિક્ષકને પેપર તપાસવાની ભૂલ ભારે પડી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ 2022થી લઈને ચાલુ વર્ષ 2024ની માર્ચ બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં ભૂલો કરવા બદલ શિક્ષકો પાસેથી દંડ વસૂલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને શિક્ષકો પાસેથી લાખો રૂપિયાનો દંડ હજુ વસૂલવાનો બાકી છે ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના એક શિક્ષકને બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલો બદલ સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરાયો છે. જેઓ દ્વારા તમામ ઉત્તરવહીઓના મૂલ્યાંકન દરમિયાન કુલ 444 માર્કસની ભૂલ કરાઈ હતી. આ ઉપરાંત અન્ય એક સ્કૂલના શિક્ષકને 424 માર્કસની ભૂલ બદલ 42,400 રૂપિયા અને એક સ્કૂલના શિક્ષકને 375 ભૂલ બદલ 37,500 રૂપિયાનો દંડ કરાયો છે.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલનો સંપૂર્ણ કાર્યક્રમ રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધનને પગલે AMC નો નિર્ણય

આ તમામ શિક્ષકો ખાનગી સ્કૂલના છે

અન્ય એક સ્કૂલના શિક્ષકને 7100 રૂપિયા દંડ થયો છે. અમદાવાદની આ ખાનગી સ્કૂલોમાં સેન્વથ ડે, વટવાની એઈમ ઈન્ટરનેશનલ તેમજ શારદાબા અને અચિવર સ્કૂલનો સમાવેશ થાય છે. મહત્ત્વનું છે કે આ તમામ ખાનગી સ્કૂલના શિક્ષકો છે અને જેમાં જે સ્કૂલના શિક્ષકને સૌથી વધુ દંડ થયો છે તે સ્કૂલના શિક્ષક છૂટા થઈ ગયા છે. કારણકે આ દંડ 2022 અને 2023ના વર્ષની બોર્ડ પરીક્ષાનો છે. સ્કૂલ સંચાલકોની ફરિયાદ છે કે જ્યારે શિક્ષકો સ્કૂલમાંથી છૂટા થઈ જાય કે અન્ય સ્કૂલમાં જતા રહે છે ત્યારે આટલો મોટો દંડ સ્કૂલ સંચાલકને ભરવાનો આવે છે જે યોગ્ય ન કહેવાય.

બોર્ડની પરીક્ષામાં 444 માર્કની ભૂલ શિક્ષકને ભારે પડી, ગુજરાત શિક્ષણ બોર્ડે ફટકાર્યો રૂ.44,400નો દંડ 2 - image


Google NewsGoogle News