Get The App

નબળી કામગીરીને ધ્યાનમાં રાખી AMC પ્રોપર્ટી ટેકસ વિભાગના ૩૨ કર્મચારી-અધિકારીને શોકોઝ

અરજદારો તરફથી કરવામાં આવતી અરજીઓ લાંબા સમય સુધી પડતર રખાતી હતી

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News

     નબળી કામગીરીને ધ્યાનમાં રાખી AMC  પ્રોપર્ટી ટેકસ વિભાગના ૩૨ કર્મચારી-અધિકારીને શોકોઝ 1 - image

  અમદાવાદ,શુક્રવાર,18 ઓકટોબર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગના ૩૨ કર્મચારી-અધિકારીઓને તેમની નબળી કામગીરીને ધ્યાનમાં રાખી શોકોઝ નોટિસ અપાઈ છે.અરજદારો તરફથી પ્રોપર્ટી ટેકસ સંબંધિત કરવામાં આવતી અરજીઓ લાંબા સમય સુધી પડતર રાખવામાં આવતી હતીય

મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં ટેકસ વિભાગમાં લાંબા સમય સુધી અરજદારો તરફથી કરવામા આવતી અરજીઓ પડતર રાખનારા કર્મચારી-અધિકારીઓની યાદી મંગાવાઈ હતી.ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદિપ દવેએ કહયુ,પ્રોપર્ટી ટેકસ સંબંધિત અરજદારો તરફથી કરવામા આવતી અરજીઓનો લાંબા સમય સુધી નિકાલ કરવામા આવતો નહતો.આવા કિસ્સામાં અત્યાર સુધીમાં ટેકસ વિભાગના ૩૨ જેટલા કર્મચારી-અધિકારીને શોકોઝ નોટિસ અપાઈ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ,પશ્ચિમ ઝોનમાં ૧૪, પૂર્વ ઝોનમાં સાત તથા દક્ષિણ ઝોનમાં ત્રણ કર્મચારી-અધિકારીને શોકોઝ અપાઈ છે. ટેકસમાં રુપિયા સાત લાખ કે તેથી વધુ રકમની માફી આપવામા આવતી હોય તેવા કિસ્સામાં રેવન્યુ કમિટીના ધ્યાનમાં બાબત મુકાયા પછી જે તે મિલકત બાબતમાં નિર્ણય લેવા વિભાગના અધિકારીઓને સુચના આપવામા આવી હતી.પશ્ચિમઝોનમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા મિલકત ધારકો પૈકી છ મિલકતોની હરાજી કરાશે.અમદાવાદમાં મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓ પૈકી કુલ ૧૯૬ કરદાતાઓની મિલકતને રેવન્યુ રેકર્ડમાં બોજા હેઠળ મુકવામા આવી છે.

ટેકસ વિભાગમાં શોકોઝ મેળવનારામાં કોણ-કોણ?

નામ            હોદ્દો

નૈમેશ ભૂત      આસિ.મેનેજર

પર્વ ડામોર     આસિ.મેનેજર

નિલેષ કાયસ્થ  ડિવીઝનલ સુપ્રિટેન્ડન્ટ

અર્જુન બોટાત  ડિવીઝનલ સુપ્રિટેન્ડન્ટ

રીચાર્ડ પંથ     ડિવીઝનલ સુપ્રિટેન્ડન્ટ

સરલાબેન ગડાસા    ડિવીઝનલ સુપ્રિટેન્ડન્ટ


Google NewsGoogle News